સાંસદ મોહનભાઈ કુંડારિયા આજે નવી કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા ગયા તે પહેલાં ભાજપ દ્રારા શકિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર (રાજકોટ) :- ભરત ભરડવા 
આગામી તા.૨૩ના રોજ યોજાનારી લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી માટે આજે બપોરે ૧૨–૩૯ના વિજય મુહર્તમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ વિધિવત ફોર્મ ભરી દીધું છે અને તે સાથે જ ચૂંટણીના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સાંસદ મોહનભાઈ કુંડારિયા આજે નવી કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા ગયા તે પહેલાં ભાજપ દ્રારા જબરુ શકિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેના કારણે ચૂંટણીના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
                                   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સવારે ગાંધીનગરથી રાજકોટ આવી પહોંચ્યા હતા અને સીધા જ યાજ્ઞિક રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે પહોંચી ગયા હતા. અહીંથી વિશાળ રોડ–શોનો પ્રારભં સવારે ૧૧ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો અને તેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ, લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઈન્ચાર્જ અને મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા, ભાજપના મોરચા–સેલના આગેવાનો, પ્રમુખો, મહામંત્રીઓ, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ્ર વિધાનસભાની સાતેસાત બેઠકના આગેવાનો, કાર્યકરો હજારોની સંખ્યામાં રોડ–શોમાં જોડાયા હતા. રોડ–શોના કારણે યાજ્ઞિક રોડ પર લાંબો સમય સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિકજામના પ્રશ્નો સર્જાયા હતા. ભાજપના ધજા–પતાકા–બેનર અને ઝંડીઓના કારણે કેસરિયો માહોલ છવાયો હતો અને ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
                                      સવારે ૧૧ વાગ્યે યાજ્ઞિક રોડથી શરૂ થયેલો રોડ–શો બહુમાળી ભવને પહોંચ્યો ત્યારે તે સભામાં પરિવર્તીત થયો હતો અને આ સભાને મુખ્યમંત્રી રૂપાણી, સાંસદ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા સહિતનાઓએ સંબોધન કર્યું હતું. બપોરે ૧૨–૩૦ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો નવી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જિલ્લા કલેકટર તથા હોદ્દાની રુએ રિટનિગ ઓફિસર ડો.રાહુલ ગુા સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી  
બાઈટ : મોહન કુંડારીયા [ લોકસભા ઉમેદવાર રાજકોટ ]


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment