રાજેશગીરી ભાગતા મુસ્લિમ યુવાન ગાડી લયને પાછળ જય આડો ઉભો રહી પથ્થરના તિક્ષણ ઘા મારતા રાજેશગીરી ને આખ પર ગંભીર ઇજા


ધારી તાલુકાના ગોવિદપુર ગામના ગોસ્વામી રાજેશગીરી ગણપતગીરી ઉ.વ.24 મજુરી કરી પોતાના વિધવા મા સાથે રહેતા હોય તા.27 શનિવારે બાજુના સૂખપુર ગામે તેમના સેવક કોળી છગનભાઈ ને સેવાના ભાવથી ધારીથી કેન્સરની દવા લયને આપવા ગયેલ જયા સુખપર ગામનો મુસ્લિમ રાજેશગીરીને ગાળો આપી મારવા દોડેલ.રાજેશગીરી ભાગતા મુસ્લિમ યુવાન ગાડી લયને પાછળ જય આડો ઉભો રહી પથ્થરના તિક્ષણ ઘા મારતા રાજેશગીરી ને આખ પર ગંભીર ઇજા થતા ધારી હોસ્પિટલ  ત્યાથી અમરેલી હોસ્પિટલ અને ત્યાથી રાત્રે બાર વાગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડેલ ત્યા ડોકટરે કહેલ કે અમદાવાદ હોસ્પિટલ જવુ પડશે.આખ બચવી મુશ્કેલ છે રાજકોટથી રવિવારે અમદાવાદ હોસ્પિટલ લાવેલ જયા રાત્રે ત્રણ વાગ્યા સુધીમા તમામ રિપોર્ટ કઢાવી ઓપરેશન કરેલ છે આખ બચવી મુશ્કેલ છે ડોળો કીકી ફાટતા આખ ગુમાવી છે.અત્યંત ગરીબ પરિસ્થિતિ મા જીવન જીવતા એક વિધવામાનો સહારો એવા આ યુવાન આખ ફુટવા છતા આરોપી ફરાર છે પોલીસમાં ફરીયાદ કરેલ છે ધારી પોલીસ દ્વારા હજુ સુધી આરોપીની ધરપકડ થય નથી આરોપી ફરાર હોય તેની ધરપકડ તાત્કાલિક થાય તેવી માગ છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment