પ્રોહીબીશનના ગુન્હાઓ માં પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપતી બોરતળાવ પોલીસ

ચીફ બ્યુરો (ભાવનગર) :- અરશદ 
મે.ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મ્હે. એસ.પી. શ્રી જયપાલસિહ રાઠોડ સાહેબ ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઠાકર સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના ગુના માં અટકાયત થયેલ ઇસમો વિરૂધ્ધ પાસા એકટ હેઠળ પગલા લેવા સુચના કરેલ હોય જે અન્વયે બોરતળાવ પો.સ્ટે. ના પો.ઇન્સ શ્રી કે.એમ.રાવલ નાઓએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અગાઉ દાખલ થયેલ ઈંગ્લીશ તેમજ દેશી દારુ માં પકડાયેલ ઈસમ હર્ષદિપસિંહ ઉર્ફે નાનુ અશોકસિંહ  ચુડાસમા જાતે-દરબાર ઉ.વ.૨૨ ધંધો- મજુરી રહે. પ્રેસ કવાટર્સ પાછળ ચામુંડા સોસાયટી પ્લોટ નં.૫૦/એ ભાવનગરવાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત મે.કલેકટર સાહેબ તરફ થી મંજુર થતા આજરોજ બોરતળાવ પો.સ્ટે.ના પો.ઈન્સ શ્રી કે.એમ.રાવલ સાહેબ તથા હેડકોન્સ ડી.બી.ભંડારી, તથા એચ.જે.મકવાણા, તથા હેડ.કોન્સ નિલેશભાઈ ભટ્ટ, તથા ડી.સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો હે.કો ડી.કે.ચૌહાણ, જી.એ.કોઠારીયા, પો.કો હિરેનભાઈ મહેતા, પો.કો. ભીખુભાઈ બુકેરા, સેજાદભાઈ સૈયદ, તથા નિલમબેન વિરડીયા એ રીતે પોલીસ સ્ટાફ ના માણસોની ટીમ બનાવી ઉપરોકત આરોપીને શોધી કાઢી પાસા અટકાયત માં લઇ મધ્યસ્થજેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment