*કચ્છ જીલ્લાનાં રાપર તાલુકા નાં નિલપર ગામમાં યુવકે ગળે ફાંસી ખાઈને આયખું ટુંકાવ્યું*

રિપોર્ટર(રાપર) : ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ

રાપર તાલુકાના નિલપર ગામે કોઈ અગમ્ય કારણો સર કોલી યુવાને ગળે ફાંસો ખાઈ ને આયખું ટૂંકાવી લીધું છે તો બીજી તરફ પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવતી એ પણ ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ ખસેડાઇ હતી જોકે યુવતી ની ફરિયાદ કે કોઈ વિગત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ન હતી ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના નિલપર ગામે તળાવ ની નજીક આવેલ મીઠા ઝારા નીચે નિલપર ગામ ના મુરજી ઉર્ફે મુન્નો રાઘુભાઈ કોલી ઉ.વર્ષ.૧૯ કોઈ અગમ્ય કારણો સર ગુરુવાર ની વહેલી સવારે ગળે ફાંસો ખાઈ ને આત્મહત્યા કરી હતી જેની રાપર પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી ને આગળ ની કાર્યવાહી પી.એસ.આઇ પરમારે હાથ ધરી છે જોકે બનાવ વિશે હજી સુધી સચોટ કારણ બહાર આવ્યું નથી તો બીજીતરફ આ બાબતે થઈ રહેલી ચર્ચાઓ મુજબ જાણવા મળી રહ્યું છે કે તે જ દિવસે મૃતકની કૌટુંબિક યુવતીએ પણ ઝેરી દવા ગટગટાવી હતી જોકે સારવાર દરમિયાન યુવતી ની હાલત સુધારા પર છે ત્યારે સમગ્ર બનાવમાં ક્યાંક પ્રેમ પ્રકરણ કારણ ભૂત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જેમાં પ્રથમ યુવતીએ દવા ગટગટાવી હતી જેની જાણ યુવક ને થતા તેણે ગળે ફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું હતું જોકે યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો પરંતુ યુવતી બચી ગઈ હતી જોકે યુવતી ના પરિવાર જનો એ કોઈ નોંધ ન કરાવતા સાચી હકીકત સામે આવવા પામી નથી અને પોલીસે અકસ્માત અને મોત નો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment