*ભુજના બસ્ટેશન વિસ્તારમાં વર્ષોથી રોજગારી મેળવતા શાકભાજીના ધંધાર્થીઓ પર તંત્ર રહેમ દ્રષ્ટિ રાખશે...કે..?*

રિપોર્ટર(ક્ચ્છ) : ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
ભુજના જુના બસ્ટેશન અને વણીયાવાડ વિસ્તાર સતત જન મેદની જોવા મળે છે કેમકે આ જગ્યાએ બસ્ટેશન હોવાથી ગુજરાતભરના પ્રવાસીઓ ખરીદી કરવા આવે છે ત્યારે જીલ્લા મથક ભુજનો આ જનમેદની વાળો વિસ્તાર છે આ વિસ્તારમાં છેલ્લાં ચાર દાયકાથી શાકભાજીના ધનધાર્થીઓ અને હાથલારીવાળા ધનધાર્થીઓ દ્વારા ગઈ કાલે પાલિકા તંત્રને મળી રજુઆત કરાઈ હતીકે અમો આ જગ્યાએ વર્ષોથી શાકભાજી અને ફળ ફ્રુટ વહેંચીને અમારાં પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ ત્યારે આ વ્યવસાય સાથે અનેક ધંધાર્થીઓને તંત્ર પજવણી કરી રહ્યાં બાબતે પાલીકા કક્ષાએ અને પોલીસ તંત્ર પાસે રજૂઆતો કરાઈ હતી ત્યારે આવા પરિવારોને રોજગારી મેળવવા માટે તંત્રએ થોડું વિચારીને મદદરૂપ બનવું જોઈએ તેવું ધંધાર્થીઓએ જણાવ્યું હતું ત્યારે અનેક પરિવાર વહેલી પરોઢે ૩ વાગ્યાથી જુના બસ્ટેશન વિસ્તારમાં ફૂટપાથપર બેસીને શાકભાજી વહેંચેછે અને દશ વાગ્યા સુધીમાં તે જગ્યાએથી ઉઠી જાય છે તેવા અનેક ધંધાર્થીઓને પણ પજવણી કરાઈ રહી હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે હાલમાં આ વિસ્તારમાં એસ.ટી બસોની આવજાવ પણ સદંતર બંધ છે કેમકે નવું બસ્ટેશન બનતું હોવાને કારણે નવું બસ્ટેશન અન્યત્ર ખસેડાયું છે જેનાં કારણે વહેલી સવારમાં ટ્રાફિકને નડતરરૂપ ન બને તેવી રીતે આ ધનધાર્થીઓને રોજગારી મેળવવા દેવીજોઈએ અને આવા ધંધાર્થીઓએ તંત્રને પણ મદદરૂપ બનીને ટ્રાફિક ન અવરોધાય તે બાબતને ધ્યાને લઈને ઉભવું જોઈએ ત્યારે તંત્રએ પણ વિચારવું રહ્યું કે જે પરિવારો દાયકાઓથી રોજગારી મેળવી રહ્યાં છે તે અચાનક ક્યાં જશે..? અને જો રોજગારી નહીં મળે તો આ પરિવારોનું શું..? એપણ એક યક્ષપ્રશ્ન છે આ બાબતે ધંધાર્થીઓએ કહ્યું હતુંકે અમને સવારના નવ વાગ્યા સુધી આ જગ્યાએ બેસીને રોજગારી મેળવવા તંત્ર મદદરૂપ તે જરૂરી છે અને આ જગ્યાપર ટ્રાફિકના નિયમો અને નાગરિકોને કોઈ કનડગત ન થાય તે બાબતનું પૂરતું ધ્યાન રાખીશું ત્યારે આવા પરિવારો વિશે રાજકીય અગ્રણીઓએ પણ તેઓની વહારે આવીને યોગ્ય નિવારણ લાવવું જોઈએ અને જેને મહેનત કરીને રોજગારી મેળવવી છે તેને યોગ્ય મદદ કરવી તંત્રની પણ ફરજ છે ત્યારે આ બાબતે અનેક પરિવારોની રોજગારી ન છીનવાય અને યોગ્ય નિકાલ આવે તેવી માંગ ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment