શ્રી લોહાણા મહાપરિષદ ની કચ્છ વિભાગની મધ્યસ્થ સમિતિ ની ઓનલાઈન મિટીંગ યોજાઇ

 ચીફ બ્યુરો : ધનસુખ ઠકકર (કચ્છ)

શ્રી લોહાણા મહાપરિષદ ની કચ્છ વિભાગ ની મધ્યસ્થ સમિતિની મિટીંગ ઓનલાઈન ઝુમ ના માધ્યમથી તા. 4-10-2020 ના રવિવારે યોજાઇ હતી.


આ મિટીંગમાં મહાપરિષદના  પ્રમુખ પ્રવીણભાઈ કોટક(અમદાવાદ)
વિભાગીય ઉપપ્રમુખ (કચ્છ)  કે.સી.ઠકકર (ગાંધીધામ), ટ્રસ્ટી મોહનભાઇ ઠકકર (મુંબઈ), મંત્રી હરિશભાઈ ઠક્કર, ખજાનચી હિંમત ભાઇ કોટક,નીતિનભાઈ પાંધી, ખિમજી ભગવાન ટ્રસ્ટ ના સતિષભાઈ વિઠલાણી, એજ્યુકેશન સમિતિના ચેરમેન ધર્મેશભાઈ હરિયાણી , પ્રોફેશનલ સમિતિના ચેરમેન શિલ્પાંગભાઇ કારીયા વિ.ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
સર્વ પ્રથમ મંત્રી શ્રી હરીશભાઈ ઠક્કરે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક હાર્દિક સ્વાગત કર્યું હતું અને   આ મિટીંગ નો ઉદેશ  સ્પષ્ટ કર્યો હતો.મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઈ કોટક ના 2015 થી 2020 ના પાંચ વર્ષના સમયગાળા માં થયેલ મહાપરિષદના થયેલ કામોની વિડીયો ક્લીપ દર્શાવી હતી.. સતીષભાઇ વિઠલાણીએ મહાપરિષદની શિક્ષણ સહાય અને મેડીકલ સહાય ની વિગતો રજુ કરી હતી અને જુદા જુદા મહાજનોના અગ્રણીઓ ને આ યોજના નો લાભ લેવા જણાવ્યું હતું..
ટ્રસ્ટી મોહનભાઇ ઠક્કરે મહાપરિષદ ની કામગીરી ને બિરદાવી દેશના નાનામાં નાના મહાજનો સાથે કનેક્ટીવીટી રાખી મહાજનની પ્રવૃતિઓ માં સહભાગી થશે તેમ જણાવ્યું હતું.
વિભાગીય ઉપપ્રમુખ કે.સી.ઠકકરે કચ્છ વિભાગ ના મધ્યસ્થ સમિતિના સભ્યોની મિટીંગ યોજવા બદલ આભાર વ્યક્ત કરી ઉપસ્થિત જ્ઞાતિ અગ્રણીઓ ને આવકારી તમામને મહાપરિષદમાં સક્રીય રસ લેવા વિનંતી કરી હતી અને સમગ્ર કચ્છ વિભાગની પ્રવૃતિઓનો ખ્યાલ આપ્યો હતો.
મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઈ કોટકે અધ્યક્ષીય પ્રવચનમાં કચ્છના ખમીરને  બિરદાવીને  અત્યારની કોરોનાની મારામારીમાં શક્ય હોય તેટલા પ્રયાસ કરીને જ્ઞાતિના જરુરીયાતમંદને  મદદરૂપ થવાની જે કામગીરી કરી તેનો ખ્યાલ આપીને કોઇ પણ મહાજનમાંથી જે લેખીત સૂચન આવે તેનો અમલ કરી તાત્કાલીક મદદરૂપ થવાની હૈયાધારણ આપી હતી.તમામ જ્ઞાતીજનોના સહકારથી આ   કામગીરી થઇ રહી છે તેવું જણાવી અનુકુળ પરિસ્થતિ  થાય ત્યારે અમદાવાદ મહાપરિષદના કાર્યાલય તથા સોલા ભાગવત ના અતિથીગૃહની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. 
પરિષદની  પ્રોફેશનલ સમિતીના અધ્યક્ષ સી.એ. શિલ્પાંગભાઇ કારીયા એ "લોહાણા કનેક્ટ" જેવી જ્ઞાતિ માટે અગત્યની એપ્લીકેશન વિષે વિસ્તૃત જાણકારી આપી હતી અને તેમાં જોડાવા અંગે સમજણ આપી હતી.
કચ્છમાંથી મહાપરિષદના મંત્રી મુકેશભાઇ ઠકકર(રાપર)પી.આર.ઓ સુરેશભાઇ ઠકકર(મુન્દ્રા)
અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ બળવંતભાઈ ઠકકર, કચ્છના વડીલ અગ્રણી શશીકાંતભાઇ ઠકકર(માધાપર), ભચાઉ લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઇ ઠક્કર, મુન્દ્રા મહાજન પ્રમુખ કપિલભાઇ કેશરીયા, ભચાઉ તાલુકા મહાજન પ્રમુખ ઇશ્વરલાલ પુજારા, લોહાણા કન્યા છાત્રાલય રાપર ના પ્રમુખ મહેન્દ્રભાઈ ઠક્કર, અંજાર વાગડ રઘુવંશી પરિવારના પ્રમુખ નવીનભાઇ ચંદે, માધાપર મહાજન પ્રમુખ ભરતભાઇ ભિન્ડે, ગાંધીધામ મહાજન ના શંકરભાઇ દક્ષિણી, પૂર્વ પ્રમુખ પ્રભુલાલ રાજદે, વાગડ રઘુવંશી પરિવાર ના ટ્રસ્ટી લખમશીભાઇ ઠક્કર, રમેશભાઇ ઠક્કર,
શામજીભાઈ ઠક્કર, નવીનભાઇ કાનાબાર, આદીપુર મહાજનના ચંદુભાઇ ઠકકર,અંતનભાઇ ઠક્કર, ભુજ મહાજન ના નીતિનભાઇ ઠક્કર, નીતિનભાઇ કાથરાણી, ભરતભાઇ રાજદે, સુનિલભાઇ ઠક્કર, સચિનભાઇ ઠક્કર, બાલુભાઈ ઠકકર,  માધાપર મહાજનના દિલીપભાઇ ભીન્ડે, અંજાર મહાજનના સંજયભાઇ દાવડા, મુન્દ્રા મહાજનના ભાઇલાલ ચોથાણી, માંડવી મહાજનના પ્રવિણભાઇ પોપટ, સામખીયારી મહાજનના દિનેશભાઇ ગંધા, ગઢશીશા મહાજનના સુરેશભાઇ ઠકકર,  ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર મિટીંગનું સંચાલન હરીશભાઈ ઠકકરે તથા આભાર વિધી કે.સી.ઠકકરે કરી હતી તેવું મુકેશભાઇ પુજારા મંત્રી કચ્છ વિભાગે અહેવાલમાં જણાવ્યું હતું.


Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment