રિપોર્ટ :- ધનસુખ ઠક્કર સાથે જલાલશા સૈયદ કચ્છ.
પીઆઈ બી.કે.ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. દિનેશભાઇ ભટ્ટીને બાતમી મળેલ કે માંડવી બસ સ્ટેશન સામે આવેલ રૂકમાવતી નદીમાં ખુલ્લી જગ્યાએ પત્તાનો જુગાર રમતા હોઈ રેડ કરતાં ૫ આરોપીની રોકડા રૂપિયા ૧૩,૪૦૦ અને ૪ મોબાઇલ ફોનની કિંમત ૭,૦૦૦ મળી કિંમત ૨૦,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.
પોલીસે પકડેલા આરોપમાં રજબઅલી સોકતઅલી આગરિયા(ઉંમર ૩૨ રહેવાસી બંદર રોડ,માંડવી), હશન ફકીરમામદ સુમરા (ઉંમર ૩૬ રહેવાસી નાગલપર,માંડવી), લક્ષ્મણ રામજીભાઇ પટ્ટણી (ઉંમર ૩૮ રહેવાસી દાદાની દેરી પાસે,માંડવી), ઇસ્માઇલ આદમ સુમરા(ઉંમર ૫૯ રહેવાસી ઢીંઢ, માંડવી), સમીર નુરમામદ સુમરા (ઉંમર ૨૬ રહેવાસી ઢીંઢ, તા.માંડવી) નો સમાવેશ થાય છે.
તમામ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પીઆઇ બી.એમ.ચૌધરી, એ.એસ.આઇ દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી, હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ કરશનભાઇ ગઢવી, વાલાભાઇ દાનાભાઇ ગોયેલ, ચેતનભાઈ લાલજીભાઈ રબારી, દિલીપસિંહ ભરતસિંહ સિંધવ, દિનેશ પરથીજી જોડાયા હતાં.
0 Comments:
Post a Comment