ચિફબ્યુરો :- ધનસુખ ઠક્કર સાથે જલાલશા સૈયદ કચ્છ.
એસ.ઓ.જી. પીએસઆઈ બી.કે.જોષી અને સ્ટાફ કર્મચારીઓ પેટ્રોલીંગ દરમ્યાન કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ગાંધીધામ બેન્કીંગ સર્કલ પાસેથી કારમાંથી એક આરોપીની પિસ્ટલ (બંદૂક)ની કિંમત ૧૦૦૦૦, જીવતા કાર્ટીઝ નંગ -૪ કીંમત ૪૦૦,મોબાઈલ ફોનની કિંમત ૫૦૦૦, કાર કિંમત ૧,૫૦,૦૦૦ મળીને કુલ કિંમત ૧,૬૩,૨૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
આરોપી મનિષ જગદીશ બજાણીયા (ઉંમર ૨૧ રહેવાસી હાલે બાગેશ્રી ટાઉન શીપ વરસામેડી તા.અંજાર) વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. પી.આઇ વી.પી.જાડેજા, પીએસઆઈ બી.કે.જોષી, હેડ કોન્સ્ટેબલ તખતસિંહ સીંધા, કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજા, વાલજીભાઇ તેરવાડીયા જોડ્યા હતા.
0 Comments:
Post a Comment