ચીફ બ્યુરો : ધનસુખ ઠકકર (કચ્છ)
ભચાઉ તાલુકાના લખપત ગામે લખપત થી સામખીયાળી ને જોડતા રોડ નું જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ દ્વારા સાત કી.મી. 300 લાખ રૂપિયા ના ખર્ચેથી રોડ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ગાંધીધામ
સાસ્ત્રોક વિધી અવિનાશભાઈ સાસ્ત્રી, ધીરજભાઈ જોષી એ કરાવી હતી.
આ અવસરે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર નાના ગોમોને શહેર જેવી સુવિધાઓ આપવા કટીબધ્ધ છે તે આ રોડ તેનુ ઉદારણ છે આ રસ્તો નિર્માણ થવાને કારણે પહેલાં આધોઈ થઇ સામખીયાળી પહોંચવા માટે 15 કિ.મી નું અંતર કાપવું પઙતુ હવે 7 કિ.મી.ના અંતરે સામખીયાળી પહોચી શકાશે આના કારણે લોકોના સમય ની સાથે સાથે પૈસાનો પણ બચાવ થશે સાથે અનેક ગામો નો તમામ પ્રકારનો વિકાસ થશે આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો નું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામ ના સરપંચ અબાવીભાઈ પટેલ, મનજીભાઈ પટેલ, રવજીભાઈ વણકર, અમૃતભાઈ ભટી, રાજાભાઈ મઙોદરા, રમેશભાઈ મસુરીયા, પેથાભાઈ સિંધીયા, કર્મયોગી અલવાણીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આભાર દર્શન સુત્ર સંચાલન ભચાઉ ભાડાના પુર્વ ચેરમેન વિકાસભાઇ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું.
0 Comments:
Post a Comment