ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર(કચ્છ)
મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ નાઓની સુચના તથા પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એસ.સુથાર ની રાહબારી હેઠળ અત્રેની રેન્જના પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના કામેના નાસ્તા ફરતા આરોપી પકડવા રેન્જની ટીમ આવા આરોપીઓની શોધખોળમા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં પેટ્રોલિંગ મા હતા દરમ્યાન હકીકત આધારે ગાંધીધામ બી ડિવિજન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના એસ.ટી બસ સ્ટેન્ડ પાસેથી છેલ્લા ૦૯ માસ થી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગાંધીધામ બી ડિવિઝન પો.સ્ટે મા સોંપવામાં આવેલ છે.
આ આરોપી નીચે મુજબના ગુનામાં નાસતો ફરતો હતો
૧. ગાંધીધામ બી ડિવિઝન પોસ્ટે પ્રોહી ગુ.ર.ન-૨૦૭/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એ,ઈ ૮૧, ૧૧૬ બી મુજબ
આરોપી
મોહિતગર કાંતિગર ગોસ્વામી ઉ.વ.૨૬ રહે :- સી-૩ શ્રીજી દર્શન એપાર્ટમેન્ટ ઉપલીપાળ ભુજ
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.વી.રહેવર તથા
પો. હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તથા જનકભાઇ લકુમ તથા ભાવીન ભાઈ બાબરિયા તથા સામંતભાઈ પટેલ તથા ખોડુભા ચુડાસમા નાઓએ સાથે રહી કરવામા આવેલ હતી.
0 Comments:
Post a Comment