રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડનાર ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ સોગંદનામામાં રજૂ કરેલી વિગત

રિપોર્ટર (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડનાર ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ સોગંદનામામાં રજૂ કરેલી વિગત મુજબ તેમની અને તેમના પત્નીના નામે કુલ રૂા.૭,૨૬,૩૫,૦૭૦ની મિલકત છે જેમાં બેન્કની ફિકસ ડિપોઝીટ, કંપનીઓમાં રોકાણ સહિતની બાબતોમાં મોહનભાઈ પાસે ૧,૭૦,૬૩,૨૦૭ અને તેના પત્ની અમૃતબેન પાસે રૂા.૩,૧૧,૩૯,૫૭૨ બોલે છે. સ્થાવર મિલકતમાં મોહનભાઈના નામે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે આશાપુરા ટાવરમાં અને ગાંધીનગરમાં પ્લોટ છે. કુલ તેની પાસે રૂા.૨,૦૬,૧૫,૩૪૧ની સ્થાવર મિલકત છે. આ ઉકપરાંત નીચીમાંડલ ગામે હાલની બજાર કિંમત મુજબ રૂા.૨૭ લાખની કિંમતની ખેતીની જમીન ૨૨ એકર બોલે છે.
                                       મોહનભાઈ પાસે હાથ ઉપરની રૂા.૧૧,૧૦,૬૬૬ અને તેના પત્ની અમૃતબેન પાસે રૂા.૨૯,૪૦૭ની રોકડ છે. મોહનભાઈ પાસે રૂા.૭,૯૩,૧૭૫ની કિંમતનું અને તેના પત્ની પાસે રૂા.૫,૦૦,૬૦૦ની કિંમતનું ફોર વ્હીલ વાહન છે. અમૃતબેન પાસે ૧૭૬ ગ્રામ (કિ.રૂા.૬,૧૬,૩૫૦) અને મોહનભાઈ પાસે ૫૦ ગ્રામ (કિ.રૂા.૧,૭૫,૦૦૦) સોનુ છે. સરકારનું કોઈ લેણું બાકી નીકળતું નથી. મોહનભાઈનો અભ્યાસ ધો.૮ સુધીનો છે અને મોરબીની વી.વી.સી. ટેક. સ્કૂલમાં ૧૯૬૭માં તેમણે ૮મું ધોરણ પાસ કર્યું છે. મોહનભાઈની ઉંમર ૬૭ વર્ષની દર્શાવવામાં આવી છે


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment