પ્રિયંકા ચોપરા અને નિક જોનસ એક અમેરિકન મેગેઝિન વિરુદ્ધ દાવો માંડશે. કેમ કે, આ મેગેઝિનમાં પબ્લિશ કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ કપલ મેરેજના ફક્ત 117 દિવસ પછી ડિવોર્સ લેશે. ‘ઓકે!’ મેગેઝિને એક સોર્સને ટાંકીને જણાવ્યું હતું કે, ‘તેઓ વર્ક, પાર્ટી, સાથે ટાઇમ સ્પેન્ડ કરવા સહિત લગભગ દરેક બાબતે લડાઈ લડી રહ્યા છે. મૂળ વાત એ છે કે, નિક અને પ્રિયંકાએ ઉતાવળ કરી હતી અને હવે તેઓ એની કિંમત ચૂકવી રહ્યા છે.’ હવે એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટમાં પબ્લિશ એક રિપોર્ટ અનુસાર પ્રિયંકા ખોટી ઇન્ફોર્મેશન ફેલાવવા બદલ આ મેગેઝિન વિરુદ્ધ દાવો માંડવાની તૈયારી કરી રહી છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment