રિપોર્ટર (કચ્છ):- ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર
ભાવ ભક્તિ ભજન અને ભોજન સાથે વાગડ વિસ્તારની તપોભુમી બાદરગઢ ખાતે પરમ પુજ્ય સંત શ્રી ભભુતગીરી બાપુ ની ૬૬ મી પુણ્યતિથિ નિમિત્તે દુર દુરથી આવેલા ભાવિકો એ બાપુની સમાધીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, ચૈત્રવદ છઠ ના દર વર્ષની માફક આ છાસઠમા વર્ષે પણ તારીખ ૨૪ - ૪ અને ૨૫ - ૪ એમ બેદિવસ સુધી પુજ્ય બાપુ એ જ્યાં ધુણોધખાવી ભજન કર્યું એવા વિથ્રોઈઆ ડુંગર ની ગોદમાં આવેલા ટપકેશ્ચર મહાદેવ મંદિરે, સાંજે આરતી પુજન બાદ ગુજરાતમાં સંતવાણીની ગરીમાને જાણવવા સાથે અલખના આરાધક તરીકે શ્રોતાઓમાં જેની ઓળખ છે એવા સુપ્રસિદ્ધ કલાકાર સમરથસિંહ સોઢા, નાગશીભાઈ ગઢવી, કલુભાઈ ઠાકોર, બાબુભાઇ પટેલ, અને લોકસાહિત્ય ક્ષેત્રે ઉભરતા કલાકાર લાલજીભાઈ બારોટે, પોતાની સંગીત સાધના થી પુજ્ય ભભુતગીરી બાપુના સ્મરણ સાથે અલખને આરાધ્યા હતા.
આ તકે વાલબાઈ માં ના ભોયરા તરીકે ઓળખાતી જગ્યાએ પુજ્ય સંત શ્રી ધનાબાપા ના સાનિધ્યમાં રાત્રે, અભિવ્યક્તિ ન્યૂઝ સાથે વાત કરતા વિશ્ચના અનેક દેશોમાં વાગડની ઓળખ બની ગયેલા સુ પ્રસીધ્ધ ભજનિક શ્રી સમરથસિંહ શોઢાએ પુજ્ય ભભુતગીરી બાપુ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી આ ભુમી પર સંતોએ આરાધના કરી છે, વાલબાઈ માં ના ભોયરા તરીકે ઓળખાતી અદભૂત જગ્યાએ અંધકારના ઓળાઓને પરાસ્ત કરી ભક્તિ ની શકિત થી જંગલમાં મંગલ કરી અનેક સંતોએ અહી તપ કર્યા છે આ વાલબાઈ માં ના ભોયરે ભુરીયાબાપુ તપ કરતા હતા, વાલબાઈમાં પોતે જાતે લુહાર હતા અને આ વિસ્તારમાં એમના પર્ચા પણ જગજાહેર છે, ભુરીયાબાપુ અહીં થી ભભુતગીરી બાપુને આ જગ્યા સોપી પોતે સાધુ તો ચલતા ભલા કહેવત ને અનુસરી બીજી જગ્યાએ નીકળી ગયા, ત્યારબાદ અહીં ભભુતગીરી બાપુએ ધુંણો ધખાવ્યો હતો ત્યાં આજે ટપકેશ્ચર મહાદેવ નું મંદીર છે, જ્યાં ભભુતગીરી બાપુએ ભજન કર્યું છે.
ભભુતગીરી બાપુ ના પુર્વાશ્રમ વિષે વાત કરતા જણાવ્યું હતું કે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ ની હારબાદ, આ બળવાની આગેવાની લેનાર, અગ્રણી સેનાનાયક, નાનાસાહેબપેશ્ચા એ પોતાની સૈન્ય તાકાત થી અંગ્રેજોની સામે જબરદસ્ત ટક્કર લઈ તેમને હંફાવી દીધા હતા, તો અંગ્રેજો પણ આ વિર સ્વાતંત્રસેનાનીઓ ને કોઈપણ ભોગે તાબે કરવાની ફીરાક માં હતા, આમ અંગ્રેજો નું દબાણ વધતાં ઘણા સ્વાતંત્ર્યસેનાની ઓ અલગ અલગ જગ્યાએ નીકળી ગયા હતા, એમાં નાનાસાહેબ પેશ્ચા એટલે આપણા આ ભભુતગીરી બાપુ.
તો બાપુનુ સમાધી સ્થાન છે એવા બાદરગઢ ગામના પાધરે શિખરબદધ શિવમંદીર સાથે બાપુની સમાધી સાથે ના વિશાળ પરિશરમાં મળી ગયેલા, ચનારાણા પરિવારના મોભી અને પુર્વ ભચાઉ તાલુકા પંચાયતના સભ્ય શ્રી ઈશ્ર્વરભાઈ ઠક્કરે શ્રદધાભેર જણાવ્યું હતું કે, બાપુના પરચા નો મને શાક્ષાત્કાર છે, અમારા સમગ્ર પરિવાર પર બાપુ ની અસીમ કૃપા છે,અત્રે ઉલ્લેખનીય છે કે, ભભુતગીરી બાપુની દયાથી વિશાળ મંદિર ના દાતા બનનાર ચનારાણા પરિવાર, દરવર્ષે મહાપ્રસાદ ના દાતા પણ એજ હોય છે, અહીં પણ રાત્રે સંતવાણી ના સુરો થી કિર્તીઠકકર અને સ્થાનિક કલાકારો એ બાપુને સમર્યા હતા, સવારે આરતી પુજન સાથે સમાધી પુજન કરવામાં આવેલ હતું, વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકોએ અહીં બાપુની સમાધી ના દર્શન કરવા લાઈનો લગાવી હતી, બાપુની સમ્રુતિ સમા એમના ઢોલીયા ના દર્શન માટે પણ ભાવિકો ઉમટી પડ્યા હતા, તો દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં, મુંબઈ, સૌરાષ્ટ્ર, કચ્છ, અને દુર દુરથી ભાવિકો હાજર રહ્યા હતા, બાદરગઢ, ખીરઈ, નીલપર, ગોવિંદપર, અને આજુબાજુ ના વિસ્તારમાંથી આવેલા ભાવિકોએ વ્યવસ્થા જાળવવા સાથે, દિવસ દરમિયાન સ્થાનિક કલાકારો એ સંતવાણી નો દોર ચાલુ રાખ્યો હતો, સંતપ્રેમી ની ઓળખ ધરાવતા અને સ્થાનિક બાદરગઢ ગામનાજ વતની એવા કાળુભા જાડેજાએ બાપુના અનેક પરચાઓ ની વાત કરવા સાથે તત્ સમય ના ફોજદાર એટલેકે પી.એસ.આઈ. મોકાજી જાડેજા ને અનેક વખત પરચા આપીને ભભુતગીરી બાપુએ આ વિસ્તારમાં ક્રાઈમ ને નામશેષ કરી નાખ્યો હતો.
અહી ગીરીકંદરાઓ ની ગોદમાં આવેલા ટપકેશ્ચર મહાદેવ મંદિરે મંહતશ્રી આત્માનંદભારતી ગુરુ વિરભારતી બાપુ, મંહતશ્રી શ્યામભારતી, જયશ્રીદાસ માતાજી, અને મંદીરના સેવકોએ હાજર રહી વ્યવસ્થા જાળવવા સાથે ભભુતગીરી બાપુ ના સ્મરણ સાથે આરતી પુજન કરવામાં આવ્યા હતા, તો બાપુના સમાધી સ્થાન પર પુજારી ભાવપુરીબાપુ અને ભાવિકો એ આરતી પુજન અને સમાધી પુજન કર્યા હતા આમ સતત બે દિવસ આ તપોભુમી ભભુતગીરી બાપુ મય બની રહેવા સાથે ભજન ભોજન અને ભક્તિ ના રંગે રંગાઈ હતી, અનેક સંતો એ જ્યાં ભજન કરી આ પવિત્ર ભુમી સાથે સમગ્ર વાગડ વિસ્તારને ગૌરવ અપાવ્યું એવા વિથ્રોઈઆ ડુંગર ની ગોદ માં આવેલા બીજા મંદીરો બાબતે નો વિશેષ અહેવાલ ટુંક સમયમાં, ત્યાં સુધી જય ભભુતગીરી.

0 Comments:
Post a Comment