ઉના ના આંગણે શ્રી મદ વલ્લભાચાર્ય નો 542 મો પ્રાગટ્ય મહોત્સવ

રિપોર્ટર (ઉના):- ધર્મેન્દ્ર વઘાસિયા
ઉના ના આંગણે શ્રી મદ વલ્લભાચાર્ય નો 542 મો પ્રાગટ્ય મહોત્સવ  તા.૨૭/૦૪/૧૯ થી તા.૩૦/૦૪/૧૯ ૪ દિવસ નુ આયોજન સાંજે ૬:૩૦/9:૩૦ વાગ્યે રાખવા મા આવેલ છે જેમાં ઉના તાલુકા મા પ્રથમ વાર શ્રી વલ્લભ ચરિત્ર રસપાન પૂ.પા.ગો.૧૦૮ શ્રી અક્ષય કુમાર જી મહોદય શ્રી (રાજકોટ) પોતાના શ્રી મુખે થી કંઠસ્થ રસપાન કરાવશે.

       તા.૩૦/૦૪/૧૯ ને મંગળવારે સવારે 8:00 કલાકે પદયાત્રા હવેલી થી ટાવર ચોક થઈ ગુપ્ત પ્રયાગ જશે. ત્યાં મનોરથ, નંદ મહોત્સવ તિલક આરતી, બપોરે ૧:૩૦ કલાકે મહા પ્રસાદ ગુપ્ત પ્રયાગ રાખેલ છે સાંજે ૫:૦૦ કલાકે પરત ફરશે હવેલી થી મેઈન બજાર, લુહાર ચોક, આનદ બજાર, ત્રિકોણ બાગ, ટાવર ચોક થઈ હવેલી શોભા યાત્રા પહોંચશે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment