રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં આગ ઓકતી
ગરમીમાં પીવાના પાણી માટે દેશી માટલા ફ્રીજ સમાન બન્યા છે જેને લઈ
આધુનિક યુગમાં ૧૫૦ પરિવારો માટીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
ઉનાળાની શરૂઆતમાંજ આગ ઓકતી ગરમી ઇડર તાલુકામાં મોખરે ગણાય છે જેને
લઈ લોકોને ગરમીમાં ઠંડા પીવાના પાણી માટે દેશી માટલા યાદ આવતા હોય છે
જ્યારે આ માટી માંથી બનાવેલ દેશી માટલા, નાની માટલી બનાવવા કેટલાય
પરિવારો આ ટેકનોલોજી યુગમાં આ ધંધા રોજગાર સાથે જોડાયેલા છે. જેમાં દુર
દુર થી કાળી માટી લાવવામાં આવે છે. ત્યારબાદ માટી ને પગવડે પીસીને માટી
કામ સાથે સંકળાયેલ પ્રજાપતિ પોતાના ચાકડા પર સરસ મજાના માટલા ગડે છે .
માટલા ગડાયા બાદ આ કાચા માટલા ને ઘગઘગતા ભઠ્ઠામાં શેકવામાં આવે છે આ
કાચી માટીના માટલા ભઠ્ઠામાં શેકાયા બાદ તેણે પરિવાર ને બહેનો દ્વારા કલર
કે જેને રમજી લગાવવામાં આવે છે .ત્યારબાદ સરસ મજાના ઠંડા પીવાના માટલા
તૈયાર થાય છે.....
ગરમીની સીજનમાં લોકો પીવાના પાણી માટે આમતેમ
દેશી માટલા શોધતા હોય છે .જ્યારે ઉનાળાની આગ ઓકતી ગરમીમાં પીવાના પાણી
માટે રોડ રસ્તાઓ પર ઠેરઠેર પાણીની પરબો અને દેશી માટલા પીવાના પાણી માટે
મુકવામાં આવે છે.આ માટીકામ સાથે કેટલાય પરિવારો જોડાયેલા છે જેમાં
પરિવારોનું ગુજરાન ચાલે છે . આ દેશી માટલાનું પાણી પીવાથી શરીરમાં કોઈ
રોગો થતા નથી પહેલાના યુગમાં દેશી માટલાનું મહત્વ વધારે જોવા મળતું હતું
હાલ આધુનિક યુગમાં લોકો ફ્રિજ નું પાણી પીવા લાગ્યા છે .જેના કારણે
લોકોને અવનવા રોગો થવા લાગ્યા છે . જ્યારે દેશી માટલાનું પાણી પીવા થી
શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિમય રહે છે.જેને લઈ ઉનાળાની ગરમીમાં પીવાના
પાણી માટે દેશી માટલા યાદ આવે છે જેના કારણે હાલના આ ટેકનોલોજી યુગમાં પણ
પીવાના પાણી માટે દેશી માટીમાંથી બનાવેલ માટલા આશીર્વાદ સમાન બન્યા છે
બાઈટ; - મીનાક્ષીબેન પ્રજાપતિ - માટલા બનાવનાર
0 Comments:
Post a Comment