ચીફ બ્યુરો : ધનસુખ ઠકકર (કચ્છ)
આદિપુરના સેવાભાવી મનુ ડોક્ટરનું આજે સવારે નિધન થયું છે આજથી આઠ દિવસ પહેલા તેઓને કોરોના પોઝિટિવ આવતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેઓ કોરોના સામે લડી ન શક્યા આખરે આજે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. તેઓ ઘણા વર્ષોથી મેડિકલ ક્ષેત્રે સેવા બજાવી રહ્યા હતા ગરીબો માટે તેઓ ભગવાન સમાન હતા ખાસ કરીને નાનાં બાળકો માટે દવા લેવા લોકો ગામડામાંથી તેમની પાસે આવતા હતા મનુ ડોક્ટર ના અવસાનથી મેડિકલ ક્ષેત્રે મોટી ખોટ પડી છે તેમના નિધનના સમાચારથી સમગ્ર આદિપુર -ગાંધીધામમાં શોકનું વાદળ છવાઈ ગયું છે અભિવ્યક્તિ ન્યુઝ તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment