ધનસુખ ઠક્કર સામખીયારી કચ્છ
છેલ્લા દસ માસ થી વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દેશ ના અર્થ તંત્ર ની સાથે સાથે લોકો ને પણ પારાવાર નુકશાની વેઠવી પડી રહી છે. વળી હાલ માં ભારે વરસાદને પગલે ભુજ તાલુકા, માંડવી તાલુકા તેમજ બન્ની વિસ્તાર અને ભચાઉ તાલુકા મા અનેક પશુધન તણાઈ ગયા છે અને બીમાર પડી મોત ના મુખ માં ધકેલાયા છે. પશુધન ઘેટાં બકરાં માટે પણ અસરકારક દવા શોધાઈ ન હોવાથી માત્ર ભચાઉ તાલુકા મા સો થી વધુ ઘેટાં બકરાં ઓ ને દવા- મલમ લગાડ્યા બાદ પણ આ કીમતી પશુધન નું મોત થયું હતું. આથી પ્રશ્ન થાય છે કે દવા ની ગુણવત્તા માં ખામી રહી ગઈ છે ? કે દવામાં મા અસરકારકતા ઓછી થઈ ગઈ છે ? તેની તપાસ કરી માલધારીઓ ને થયેલ નુકશાન બાબતે ત્વરિત નિર્ણય લયી સહાય ચૂકવવા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી ગોવિંદ દનીચાં એ માગણી કરી છે.
શ્રી દનિચાં એ વધુ મા જણાયું હતું કે કચ્છ જિલ્લા ના તાલુકા મથકો એ વેટરનરી ડોક્ટર ની અછત અથવા તો અનિયમિત હાજરી, દવાઓ નો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવો, વરસાદ કે અન્ય ઋતુ દરમ્યાન નિયમિત પશુઓ ના સ્વાસ્થય ની ચકાસણી નો અભાવ પણ આવા પશુઓને મરન ને શરણ થવા મુખ્ય ભાગ ભજવી રહ્યાં છે. માલધારીઓ નો મુખ્ય વ્યવસાય ગાય ભેંસ, ઘેટાં બકરાં હોઈ મોટું આર્થિક નુકશાન થયું છે. હજુ પણ આ કીમતી પશુધન નું મોત થઈ રહ્યું છે અને માલધારીઓ ની રોજગારી છીનવાઈ રહી છે. અનેક પશુધન પાંગળા થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે.
આથી વહેલી તકે સરકાર આવા પશુઓની સારવાર કરવા સૂચના આપે તેમજ માલધારીઓ ને થયેલ નુકશાન નું સર્વે કરાવી આર્થિક સહાય આપે તેવી માંગ ગોવિંદ દનિચા એ કરી છે.
0 Comments:
Post a Comment