બ્યુરોચીફ કચ્છ ધનસુખ ઠક્કર
મખીયાળી થી ગાંધીધામ સુધીના વિસ્તારમાં
કંપનીઓના બોઇલર મા લીલાં લાકડાઓ નું ચલણ વધ્યો છે ત્યારે
ભચાઉ વિસ્તારમાં પરમીટ વગર વૃક્ષો ની લીલી ઝાડી કાપીને કંપનીઓમા લાકડા સપ્લાય કરવામાં આવી રહ્યા છે સરકાર તરફથી રોપાઓનું રોપાણ કરવામાં આવે છે. ત્યારે ભચાઉના વન વિભાગના અધિકારીઓને દેખાતુ નથીં કે પછી મલાઈ મડી રહે છે?
ઈ એક ચર્ચા નો વિષય છે
ક્યાંક બાવડ લીમડો અને મીઠી ઝાડી નું ગેરરીતિ છેદન થઈ રહ્યુ છે ત્યારે વન વિભાગ ના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે અથવા તો આંખ આડા કાન કરાઇ રહ્યા છે કંપનીઓ મા કાંટા કરાવી ને 100 રુપિયા જેટલી એક મણ ની રકમ વસુલવામાં આવે છે. માલધારીઓ સિમાડામાં વૃક્ષો ના છાંયડાનો આશરો લેતાં હોય છે ત્યારે ખુલ્લેઆમ થતું વૃક્ષોનું છેદન સત્વરે બંધ થવું જોઈએ તેવી લાગણી પર્યાવરણ પ્રેમીઓમાંથી પણ ઉઠવા પામી છે. ભચાઉ વિસ્તારમાં અનેક કંપનીઓ મા વૃક્ષોના લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ કંપનીઓમાં તપાસ કરવામાં આવે તો પોલ પાધરી થઈ શકે છે.
0 Comments:
Post a Comment