કોમ્બીંગ નાઇટમાં વાહન ચેકીંગ દરમ્યાન સાબરમતી પો.સ્ટે.(અમદાવાદ શહેર) ના ચોરીના મોટર સાયકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી હિંમતનગર બી.ડીવીઝન પોલીસ

રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર 
પોલીસ અધીક્ષક શ્રી ચૈત્યન્ય મંડલીક સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મોટર સાયકલ ચોરીના બનતા ગુન્હા અટકાવવા તેમજ બનેલ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.સોલંકી સાહેબ નાઓની સીધી સુચનાથી હિંમતનગર બી ડીવીઝન પો.સ.ઈ. પી.વી.ગોહીલ તથા સર્વેલન્સના સ્ટાફના માણસો આ દિશામાં સતત વાહન ચેકીંગ તથા વોચ રાખી કાર્યરત રહેલ.

આજરોજ તા.૨૪/૦૩/૧૯ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે કોમ્બીંગ ના.રા.માં  ન્યાય મંદિર ખાતે વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક કાળા કલરના પલ્સર ઉપર બે માણસો પલ્સર ચલાવી લઇ આવતાં તેઓને ઉભા રાખાવી પલ્સર મો.સા. નંબર-જી.જે.૧.એન.એ.૮૦૮૭ ના કાગળો માંગતાં પોતાની પાસે નહી હોવાનુ જણાવતાં અને સદર મો.સા. તેઓએ સાબરમતી (અમદાવાદ)ખાતેથી ચોરી કરેલાનુ જણાવતાં હોય જેથી આરોપીઓ (૧)સુરેન્દ્રસિંહ ઉર્ફે સુર્યો ઉર્ફે માયા પુથ્વીસિંહ ઝાલા રહે.પ્રાંતિજ તથા (૨)મુજીબુર રહેમાન ઉર્ફે રાજા બીસુમીયા સુમરા રહે.પ્રાંતિજ ના હોવાનુ જણાવેલ હોય.જેથી બન્ને આરોપીઓને સી.આર.પી.સી.૪૧(૧)ડી મુજબ અટક કરી સાબરમતી પો.સ્ટે. (અમદાવાદ શહેર)નો મો.સા. ચોરીનો ભેદ ઉકેલી વધુ એક વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં હિંમતનગર બી ડીવીઝન પોલીસને સફળતાં મળેલ છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment