સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં તિરૂપતી ઋષીવન નજીક દેરોલ ગામની સીમમાં નદીના પટમાંથી પરવાના વગરની ફુલ્લીદાર દેશી બંદુક નંગ-૨ તથા મો.સા. નંગ-૨ મળી કિ.રૂ.૭૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી.સાબરકાંઠા

રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર 

આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડાનાઓએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા કરેલ સુચના આધારે સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા.શ્રી નાઓએ અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ પો.સ.ઇ શ્રી જે.પી.રાવ તથા પો.સ.ઇ.શ્રી.જે.એમ.પરમાર તથા આ.પો.કો. વિજયભાઇ ભીખાભાઇ તથા આ.પો.કો. પ્રકાશકુમાર પ્રભાભાઇ તથા અ.પો.કો. વિક્રમસિંહ મંગળસિંહ તથા આ.પો.કો. સનતકુમાર ધીરૂભાઇ તથા લોકરક્ષક વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ ઇન્દ્રસિંહ તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ ભીખુસિંહ તથા ડ્રા.પો.કો. ચંન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા અ.પો.કો. જાહીદહુસેન અકબરઅલી વિગેરે એલ.સી.બી. શાખાના માણસોને જરૂરી માર્ગદર્શન આપી બે ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા મોકલી આપેલ જે દરમ્યાન હિંમતનગર વિજાપુર હાઇવે ઉપર તીરૂપતી ઋષીવન પાછળ દેરોલ ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં કોઇક માણસો શિકાર કરવા ગેરકાયદેસર પરવાના વગરના હથિયારો લઇ ફરી રહેલ હોવાની મળેલ બાતમી આધારે ઉપરોકત બન્ને ટીમોએ દેરોલ ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં ખાડી કોતર તથા જંગલ વિસ્તાર ખુંદીવળી આરોપી નંબર (૧) રંગાભાઇ દેવાભાઇ કાથોડી રહે.બુજા તા.જાડોલ જી.ઉદેપુર રાજસ્થાન તથા આરોપી નંબર (૨) પુનારામ કેસુલાલ કસોટા રહે.અંબાવી તા.જાડોલ જી.ઉદેપુર રાજસ્થાન નાઓએ ગે.કા. વગર લાયસન્સે પોતાના કબજામાં દેશી બનાવટની ફુલ્લીાદાર સીંગલ બેરલ બંદુક-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૨૩/૦૩/૨૦૧૯ ના ક.૧૮/૩૦ વાગે તથા આરોપી નંબર (૧) અમીતભાઇ વાલજીભાઇ બોદર રહે.બુજા તા.જાડોલ જી.ઉદેપુર રાજસ્થાન તથા આરોપી નંબર (૨) મન્નલાલ વાલજીભાઇ અસારી રહે.લથુણી તા.જાડોલ જી.ઉદેપુર રાજસ્થાન નાઓએ ગે.કા. વગર લાયસન્સે પોતાના કબજામાં દેશી બનાવટની ફુલ્લીજદાર સીંગલ બેરલ બંદુક-૧ કિ.રૂ.૩,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૨૩/૦૩/૨૦૧૯ ના ક.૧૮/૪૫ વાગે જાહેરમાંથી ધી આમ્સૅફ એક્ટ ૧૯૫૯ની કલમ ૨૫ (૧-બી) એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ પકડી અટક કરી કુલ્લે બંદુક નંગ-૨ તથા મો.સા. નંગ-૨ મળી કુલ રૂપીયા ૭૮,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ચારેય આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે ધી આમ્સૅૂ એક્ટ ૧૯૫૯ની કલમ ૨૫ (૧-બી) એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ બે ગુન્હા દાખલ કરાવી  આરોપીઓ તથા મુદ્દામાલ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે સોપેલ છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment