મોરબી નજીકના પાનેલી ગામે આજે સવારના સમયે એક ડમ્પરે બાઈકસવાર વૃદ્ધને ઠોકરે ચડાવતા વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે

રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી


                        મોરબી નજીકના પાનેલી ગામે આજે સવારના સમયે એક ડમ્પરે બાઈકસવાર વૃદ્ધને ઠોકરે ચડાવતા વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે તો ખનીજ ભરેલા વાહનો અવારનવાર અકસ્માતો સર્જાતા હોય જેથી ગ્રામજનોનો રોષ ભભૂક્યો હતો અને કલાકો સુધી રસ્તા પર ગ્રામજનો ઉતરી આવ્યા હતા અને મૃતદેહ સ્વીકારવા પણ ઇનકાર કરી દીધો હતો.બનાવની મળતી માહિતી મુજબ પાનેલીના રહેવાસી મીઠાભાઈ હંસરાજભાઈ હડીયલ નામના સતવારા વૃદ્ધ પોતાના મોટરસાયકલ પર જતા હોય ત્યારે ખનીજ ભરેલા ડમ્પરે તેને અડફેટે લેતા વૃદ્ધનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું તો aa વિસ્તારમાં ખનીજ ચોરી વ્યાપક થતી હોય જેની અગાઉ અનેક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.અને આજે ફરીથી ખનીજ ભરેલા ડમ્પરે અકસ્માત સર્જતા ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને અકસ્માતના કલાકો વીત્યા છતાં મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો બનાવને પગલે તાલુકા પોલીસની ટીમ સ્થળ પહોંચી હતી જોકે ગ્રામજનોએ કલેકટર સ્થળ પર આવીને ખનીજચોરી અંગે કાર્યવાહીની ખાતરી ના આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા તૈયાર ના હોવાનું જણાવ્યું હતું અને બાદમાં મામલતદારે સ્થળ પર પહોંચી ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી ગ્રામજનોએ ખનીજ ભરેલા વાહનો બેફામ સ્પીડે દોડતા હોવાનું જણાવ્યું હતું અને ખનીજચોરી રોકવા તંત્ર કડક પગલા ભરે તેવી પણ માંગ કરી છે બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment