વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો પર ધોસ બોલાવી

રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
મોરબી જીલ્લા પોલીસ વડાં ડો કરણરાજ વાધેલા ની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એ.ગોહિલ ની સુચના થી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિયમ દરમ્યાન સબ ઈન્સ્પેક્ટર એન.એ.શુક્લ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનિષકુમાર લલીતભાઈ ને મળેલ બાતમીનાં આધારે સતાનપર ગામ નજીક એક અલ્ટ્રો કાર નંબર જી-જે.06 બી.એલ.2440 વાળી અલ્ટ્રો કારમાં દેશી દારૂ ભરી ને મોરબી તરફ જનાર હોય ત્યારે લાકડધાર ગામ નજીક પાવર હાઉસ પાસે વોચ રાખી અલ્ટ્રો કાર નીકળતાં તપાસ કરતાં 400 લીટર દેશી દારૂ કિંમત રૂ.8000 તેમજ અલ્ટ્રો કાર કિંમત રૂ. 150000 મળી કુલ રૂપિયા 1.58.500 ના મુદ્દામાલ સાથે ભીમાભાઈ જોગાભાઈ ગણાદીયા જાતે કોળી  રહે.સતાપર તા.વાંકાનેર વાળાને ઝડપી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ અન્ય નાશી જનાર મેરાભાઈ કેશાભાઈ ધોરીયા રહે સતાપર તા વાંકાનેર એમ બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment