પેટ્રોલીંગમા નીકળેલી નડિયાદ સર્વેલન્સ પોલીસને માહિતી મળી હતી કે, ગ્લોબ ટોકીઝ પાછળ ખુલ્લામાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાય છે. જેથી પોલીસે રેઈડ કરતા જુગાર રમતા પ્રમોદરાય ઉર્ફે ડાકુ ધીરજભાઈ સોલંકી, આશીષ અશોકભાઈ સોલંકી, બાબુભાઈ પરસોત્તમભાઈ મકવાણા, અનિલ મનહરભાઈ રાવળ, વાસુભાઈ રાજેશભાઈ વાઘેલા, રાજેશભાઈ ડાહ્યાભાઈ સોલંકી, ધીરેનભાઈ ચંદુભાઈ સોલંકી, ધવલભાઈ કિશનભાઈ રાવલ, અશ્વિન બાબુભાઈ સોલંકી, મુકેશ મંગાજી મારવાડી, રાજેન્દ્રભાઈ આદમભાઈ વાઘેલા, રાકેશ ઉર્ફે રથી હસમુખભાઈ સોલંકી તેમજ ભરતભાઈ નેતાજી મારવાડી (તમામ રે. નડિયાદ) ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે સ્થળ પરથી પત્તા પાના જુગાર રમવાના સાધનો તથા રોકડ રૂા. ૧૩૯૨૦ કબજે કર્યા હતા.
આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments:
Post a Comment