કોમામાં જતા રહ્યા હતા કાદર ખાન
કાદર ખાનના દીકરા સરફરાઝે તેમના નિધનની પુષ્ટિ કરી છે. સરફરાઝે પીટીઆઈને જણાવ્યું કે, અમારા પિતા અમને છોડીને જતા રહ્યા છે. કેનેડાના ટાઈમ પ્રમાણે 31 ડિસેમ્બરે સાંજે 6 વાગે તેમનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. કાદર ખાન હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે ગઈ કાલે બપોરે કોમામાં જતા રહ્યા હતા. સરફરાઝે જણાવ્યા પ્રમાણે, તેમનો આખો પરિવાર કેનેડામાં જ છે અને તેથી કાદર ખાનના અંતિમ સંસ્કાર પણ કેનેડામાં જ કરવામાં આવશે.
અફઘાનિસ્તાનમાં જન્મ્યા હતા
કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937માં અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેઓ ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદર ખાને 300થી વધારે ફિલ્મમાં કામ કર્યું છે અને 1970થી 80ના દાયકામાં તેઓ પ્રખ્યાત સ્ક્રીનરાઈટર પણ રહ્યા હતા. કાદરખાને ફિલ્મોમાં એન્ટ્રી કરી તે પહેલાં તેઓ સિવિલ એન્જિનિયર કોલેજમાં પ્રોફેસર હતા. કાદર ખાને ફિલ્મ કરિયરમાં ઘણી અલગ અલગ પ્રકારની ભૂમિકા નિભાવી છે. તેમને કોમેડીની સાથે સાથે નેગેટિવ રોલમાં પણ એટલા જ પસંદ કરવામાં આવ્યા હતા.
0 Comments:
Post a Comment