ભારતને ટેસ્ટ શ્રેણી જિતાડવા અન્ય બેટ્સમેનોએ કોહલીને સાથ આપવો પડશે: ગિલક્રિસ્ટ

સિડની: એડમ ગિલક્રિસ્ટ ભારત સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી તરફથી 2014-15ના પ્રવાસના દેખાવના પુનરાવર્તનની આશા રાખે છે, પણ ભારતે પ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસકર ટ્રોફી જીતવા અન્ય બેટ્સમેનોએ પણ તેઓના કેપ્ટનને સાથ આપવો પડશે.
ચાર ટેસ્ટભરી શ્રેણીની પહેલી મેચ એડિલેઈડમાં 6ઠ્ઠી ડિસેમ્બરથી રમાનાર છે અને છેલ્લા પ્રવાસમાં કોહલીએ ભારતના થયેલા નિરાશાજનક પરાજયમાં બંને દાવમાં સદી ફટકારી હતી.
"આગામી શ્રેણીમાં હું કોહલી તરફથી 2014ના પ્રવાસ જેવા દેખાવની આશા રાખું છું અને તેની જોડે વાત કરવામાં મને તેનો આત્મવિશ્ર્વાસ બહુ ઊંચો માલૂમ પડ્યો હતો, એમ ગિલક્રિસ્ટે આ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
કોહલીએ છેલ્લાં પ્રવાસમાં ચાર ટેસ્ટમાં કુલ 694 રન કરી 86.50 રનની બૅટિંગ સરેરાશ પ્રાપ્ત કરી હતી.પણ, દિલક્રિસ્ટે કહ્યું હતું કે ભારતે શ્રેણી જીતવા માટે તેના અન્ય બેટ્સમેનોએ પણ કોહલીને સાથ આપવો પડશે કે જેથી પ્રવાસી ટીમના બૉલરોને ઑસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ટેસ્ટના બંને દાવમાં આઉટ કરવાનો મોકો મળી રહે.
ગિલક્રિસ્ટે કબૂલ્યું હતું કે ભારત આગામી સિરીઝ જીતવા ફેવરિટ છે, પણ ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ઘરઆંગણે વિશ્ર્વાસપૂર્વક રમી સારો પ્રભાવ પાડી શકે છે અને તેઓએ આમ ભૂતકાળમાં કરી દેખાડ્યું છે.
ગિલક્રિસ્ટે વધુમાં કહ્યું હતું કે બંને ટીમનું બૉલિંગ આક્રમણ લગભગ સમાન છે, પણ બૅટિંગ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે."બંને ટીમ પાસે સારું બૉલિંગ આક્રમણ છે, પણ કઈ ટીમ બૅટિંગ ધબડકો નીવારી શકે છે તે જોવાનું રહે છે, એમ મહાન વિકેટકીપર-બેટ્સમેન ગિલક્રિસ્ટે કહ્યું હતું.
ભારતને છેલ્લાં બે પ્રવાસમાં તેની બૅટિંગ નિષ્ફળતા સતાવી રહી છે જેમાં દક્ષિણ આફ્રિકામાં તેનો 2-1થી અને ઈંગ્લેન્ડમાં 4-1થી પરાજય થયો હતો. 
ઑસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ગેરહાજર હશે જેઓ પર દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લાં પ્રવાસમાં કેપટાઉન મધ્યેની ટેસ્ટમાં બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં ભૂમિકા ભજવવા બદલ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સી. એ.) દ્વારા પ્રતિબંધ મુકાયો છે. (પી.ટી.આઈ.)
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment