સુપરઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં ક્વોલિફાય થનાર ત્રીજી ટીમ બની

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પણ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા. સુપરઓવરમાં 9 રનના ટાર્ગેટને 3 બોલમાં ચેઝ કરીને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં ક્વોલિફાય થનાર ત્રીજી ટીમ બની છે. મુંબઈના 13 મેચમાં 16 પોઇન્ટ છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે, જયારે હૈદરાબાદના 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે ચોથા સ્થાને છે. હૈદરાબાદ પોતાનો આગામી મુકાબલો જીતે તો તે પ્લેઓફમાં સારી નેટ રનરેટ હોવાથી પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકે તેમ છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment