ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ: રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ગઈ કાલે એસજી હાઇવે પર આવેલી એચસીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈ કાલે રાત્રે તેમની કેન્સરની સર્જરી કરવામાં આવી હતી. પ્રદીપસિંહને કેન્સર હોવાનું સત્તાવાર રીતે રીતે જાહેર કરાયું નથી, પરંતુ હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ગળાના કેન્સરની સારવાર લઈ રહ્યા છે. તેઓને ડાયાબિટીસ હોવાથી સુગર કંટ્રોલ કરાયા બાદ સર્જરી હાથ ધરાઈ હતી.
ઓપરેશન બાદ હાલમાં તેમની ત‌િબયત સારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્યારે તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. આજ સવારથી તેમના મતવિસ્તારના લોકો, ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો અને કૌટુંબિક સગાવહાલાંઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઊમટી પડ્યા હતા.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રદીપ‌સિંહની તબિયત અંગે જાણકારી મેળવી હતી. હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા કોઈ જ હેલ્થ બુલેટિન હજુ સુધી બહાર પડયું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદીપસિંહની સર્જરી ડો. કૌસ્તુભ પટેલ અને તેની ટીમે કરી છે.
આગામી ૭૨ કલાક સુધી તેમને આઇસીયુમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમના બાયોપ્સી રિપોર્ટ આવતાં એક અઠવાડિયાનો સમય લાગશે. ત્યાર બાદ તેમને કયા સ્ટેજનું કેન્સર છે તેની જાણ થશે. હજુ તેઓને ૪થી ૫ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment