જ્યુપિટર ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ છે ફ્રિ આઈ ચેક અપ કાર્યનું આયોજન.

 રિપોર્ટર : ભારતી માખીજાની ( ગાંધીધામ)

        ગઈ તારીખ 15 ફેબ્રુઆરીથી આદિપુરમાં જ્યુપિટર ફાઉન્ડેશન દ્વારા ફ્રી આઇ ચેકઅપ નું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેના ફાઉન્ડર પ્રદીપ ભાનુશાલી અને તેમના સહાયક જીતેન્દ્ર ભાનુશાલી છે. આ સેવાકાર્ય આદિપુરમાં આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. જેમાં આઇ ચેકઅપ નું કામ ઉત્તરાખંડ થી આવેલ ડોક્ટર પંકજ કુમાર કરે છે. અને તેમની સાથે સેવામાં દ્રુપદ.ડી. મીઠવાણી જોડાયેલ છે. આ સેવાકાર્યમાં લોકોને આઈ ચેક અપની સાથે જેમને ચશ્મા ની જરૂરત હોય તેવા લોકોને ચશ્માની ફ્રેમ પણ ફ્રીમાં આપવામાં આવે છે.

Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment