એજન્સી : નવી દિલ્હી
પાર્ટીની રચનાની છટ્ઠી વર્ષગાંઠે દિલ્હી સીએમની ટિપ્પણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લાં ૧૨ વર્ષમાં જે નથી કર્યું તેના કરતાં 'ઘણું વધુ' કામ રાજધાની દિલ્હીમાં આપની સરકારે કર્યું છે.
આમ આદમી પાર્ટીની રચનાની છટ્ઠી વર્ષગાંઠે કેજરીવાલે આ ટિપ્પણી કરી હતી. પાર્ટીના કાર્યકરો અને સમર્થકોને અભિનંદન પાઠવતાં તેમણે ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચાર અને કોમવાદ સામે આપની રાજકીય ક્રાંતિ અનેક અવરોધો છતાં ચાલી રહી છે.
કેજરીવાલે કહ્યું હતું કે 'દિલ્હીના લોકોને તેમના ઇમાનદાર મુખ્યમંત્રી પ્રત્યે ગર્વ છે. હું દેશના લોકોને પૂછવા માગું છું કે શું તેઓ પણ વડાપ્રધાન પ્રત્યે આવી જ લાગણી ધરાવે છે.'
દેશમાંથી વિજય માલ્યા અને નિરવ મોદી ભાગી જવાના તેમજ રફાલ લડાકૂ જેટ ડીલ મામલે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની ટીકા કરી હતી.
વિકાસના ગુજરાત મોડેલને નિશાન બનાવતાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 'હું પડકાર ફેંકુ છું કે દિલ્હીની અમારી સરકારે તેમણે (નરેન્દ્ર મોદી) ગુજરાતમાં ૧૨ વર્ષોમાં ન કર્યું હોય તેનાથી વધુ કર્યું છે.'
0 Comments:
Post a Comment