જમ્મુ-કાશ્મીરમાં પોતાનો અડ્ડો બનાવી ચુકેલા આતંકીઓને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. દરરોજ સર્ચ ઓપરેશન કરીને સેનાના જવાનો આતંકીઓનો સફાયો કરી રહી છે. મંગળવારના રોજ ઘાટીના કુલગામ જિલ્લામાં એનકાઉન્ટર કરવામાં આવ્યું હતું. કુલગામનાં રેડવની વિસ્તારમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલ અથડામણ થઈ હતી.
આ એનકાઉન્ટરમાં સેનાના ત્રણ આતંકીઓ ઠાર કરાયા છે. જ્યારે આ અથડામણમાં એક જવાન પણ શહીદ થયા છે. ફક્ત કુલગામમાં જ નહીં પરંતુ પુલવામામાં પણ એનકાઉન્ટર ચાલી રહ્યું છે. પુલવામાના હાફૂ વિસ્તારમાં જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાએ તે સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરીને નાકાબંધી કરી લીધી છે જેથી એક પણ આતંકી જીવતો ભાગી ના શકે.
ઉલ્લેખનીય છે કે, ઘાટીમાં હાજર આતંકીઓને ભારતીય સેના શોધી-શોધીને સફાયો કરી રહી છે. તાજેતરમાં રજૂ થયેલા અહેવાલ અનુસાર, કાશ્મીર ઘાટીમાં આ વર્ષે ઓપરેશન ઑલ આઉટ અંતર્ગત સેનાના જવાનોએ ૨૨૬ આતંકીઓને ઠાર કર્યા છે. આ વર્ષે જવાનોએ ગયા વર્ષનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. ગયા વર્ષે જવાનોએ ઓપરેશન ઑલ આઉટમાં ૨૧૩ આતંકીઓનો સફાયો કર્યો હતો.
0 Comments:
Post a Comment