આજ કાલ આલિયા ભટ્ટની નીંદર હરામ થઇ ગઇ છે. જી ના, એમાં કંઇ ગભરાવા જેવુ કે ટેન્શન લેવા જેવુ નથી. એ તો બ્રહ્માસ્ત્ર અને કલંક નામની બેઉ ફિલ્મોના એકધારા શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આમ બન્યુ છે. આ બેઉ ફિલ્મોનું બે પાળીમાં શૂટિંગ થઇ રહ્યું છે એના કારણે એને પૂરતી ઊંઘ મળી નથી રહી. બેઉ ફિલ્મોમાં આલિયા મહત્ત્વનું પાત્ર ભજવી રહી છે અને વાર્તાની ડિમાન્ડ અનુસાર બેઉ ફિલ્મોના શૂટિંગ માટે એની ડિમાન્ડ છે. આ બન્ ને ફિલ્મો આમ તો ધર્મા પ્રોડક્શનની જ છે, પણ એ બેઉ ફિલ્મોનું શૂટિંગ મુંબઇના બે વિરુદ્ધ છેડે થઇ રહ્યુ છે એ જરા કપરૂ થઇ પડ્યુ છે. નિર્દેશક અભિષેક બર્મનની મલ્ટિ સ્ટરર ફિલ્મ કલંકનો સેટ ઉત્તર મુંબઇમા છેક દહીંસરમાં લાગેલો છે તો ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ દક્ષિણ મુંબઇમાં થઇ રહ્યું છે. વળી, હાલમાં શહેરમાં દિવસ રાત મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામની સમસ્યા તો હોય જ છે. પશ્રિમ મુંબઇના મોટા ભાગના રસ્તાઓ પર આ મેટ્રો જાળ ફેલાયેલી છે, જેને લીધે મુંબઇના એક છેડેથી બીજે છેડે જવામાં જ કલાકોના કલાકો વેડફાઇ જાય છે. આલિયાનો મોટા ભાગનો સમય બે ફિલ્મોના શૂટિંગ અને બેઉ છેડે પહોંચવામાં જ વ્યતીત થાય છે. હજુ પણ ફિલ્મની વાર્તાની જરૂરત મુજબ આલિયાએ થોડા દિવસ આ જાતનું શિડ્યુલ સહન કરવું પડશે.
ફિલ્મ કલંકમાં આલિયા ઉપરાંત માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા, વરૂણ ધવન, આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત પણ કામ કરી રહ્યા છે. જ્યારે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયાની સાથે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને દિવ્યેન્દુ શર્મા મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.
શાહરુખ સાથે બીજી વાર જોડી જમાવશે આલિયા?
આટલી બધી વ્યસ્તતા હોવા છતાં પણ આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ હેંડલ દ્વારા પોતાના પ્રશંસકોના સંપર્કમાં રહેવાનું ચૂકતી નથી. આવા જ એક પ્રશંસક દ્વારા એક પ્રશ્ર્ન પૂછાયેલો કે એ ફરી વાર ક્યારે શાહરુખ જોડે કામ કરશે? ત્યારે જવાબમાં આલિયાએ કહ્યું હતું કે હું પણ ઉત્સુક છું શાહરુખ સાથે ફરી વાર કામ કરવા માટે, પણ તમે પણ આ બાબતમાં શાહરુખને જરૂર કહેજો એમ તેણે પ્રશંસકને વિનંતીના સૂરમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આલિયાએ શાહરુખખાનની સાથે સૌ પ્રથમ વાર ગૌરી શિંદેની ફિલ્મ ‘ ડિયર જિંદગી’માં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તેમની જોડી અને અભિનયના ઘણા પ્રેક્ષકોએ વખાણ કર્યા હતાં. હાલમાં જ આલિયાએ ફિલ્મ ગલી બોયનું શૂટિંગ પૂરું કર્યુ છે અને ઉપરોકત બે ફિલ્મો પણ ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે સાલ ૨૦૧૨થી બોલીવૂડમાં પ્રવેશેલી આ અભિનેત્રી એક પછી એક ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કરીને પોતાને એક સારી અદાકાર તરીકે પ્રસ્થાપિત કરવા લાગી છે. આજે તેની ગણના બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય તો એમાં કોઇને નવાઇ ન લાગવી જોઇએ.

0 Comments:
Post a Comment