જેટલો વિશિષ્ટ આ ઉપાસનામંત્ર છે એટલું જ વિશિષ્ટ છે આ સ્થાનક, જ્યાં હનુમાનજી કષ્ટભંજનદેવ તરીકે બિરાજે છે. એક સમયે ખૂણામાં પડેલું ખોબા જેવડું સાળંગપુર ગામ આજે જગતભરમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં સાળંગપુર હનુમાન તરીકે ઓળખાતું હોય એ જ આ મંદિરનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું છે.170 વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો.
તેની સ્મૃતિઓ આજે પણ મોજૂદ છે. સાળંગપુર ગામમાં જીવા ખાચરનો દરબાર પણ છે. અદભુત નકશીકામ કરેલું આ મંદિર કોઈ રાજદરબારથી કમ નથી. નારાયણ કુંડ અહીના આકર્ષણનું કેન્દ્ર છે. દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. મંગળવાર અને શનિવારના રોજ શ્રદ્ધાળુઓની સંખ્યા 14 હજાર જેટલી હોય છે
નિર્માણઃ ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
એવું કહેવામાં આવે છે કે સાળંગપુરના રહેવાસી વાઘા ખાચરે પોતાના ગામની દુર્દશાની વાત ગોપાલાનંદ સ્વામીને કરી. દુષ્કાળના કારણે ગામના લાકોની હાલત દયનીય હતી અને અહીં કોઈ સંત આવવા તૈયાર ન હતું.
સંતોની અવરજવર રહે તે માટે ગોપાલાનંદ સ્વામીએ અહીં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. હનુમાનજી ગામલોકોનાં કષ્ટ હરી લેશે તેવા આશીર્વાદ પણ આપ્યા. આજે આ સ્થળ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

મુખ્ય આકર્ષણોઃ સાળંગપુર મંદિરના પરિસરમાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જેમાં એવી વસ્તુઓ ભક્તોનાં દર્શન માટે રાખવામાં આવી છે, જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો. અહીં આવેલા નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એવું કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતુંહનુમાનજીથી બચવા માટે શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું. શનિદેવને હનુમાનજીએ સ્ત્રી રૂપમાં પોતાના પગ નીચે દબાવી દીધા હતા, જે મૂર્તિ સાળંગપુરમાં બિરાજમાન છે. અહીં એક ગૌશાળા પણ છે.
આરતીનો સમય
મંગળા આરતી- સવારે 5.30 વાગ્યે.
બાળભોગ- સવારે 6.30થી 7.30 વાગ્યે.
શણગાર આરતી શનિવાર અને મંગળવારે- સવારે 7.00 વાગ્યે.
રાજભોગ- 10.30થી 11.00 વાગ્યે.
સંધ્યા આરતી- સૂર્યાસ્તના સમયે
થાળ- સંધ્યા આરતી પછી 30 મિનિટ.
શણગાર આરતી શનિવાર અને મંગળવારે- સવારે 7.00 વાગ્યે.
રાજભોગ- 10.30થી 11.00 વાગ્યે.
સંધ્યા આરતી- સૂર્યાસ્તના સમયે
થાળ- સંધ્યા આરતી પછી 30 મિનિટ.
દર્શનનો સમય
સવારે 5.30થી 10.30
સવારે 11.00થી 12.00
બપોરના 3.15થી રાતના 9.00
સવારે 11.00થી 12.00
બપોરના 3.15થી રાતના 9.00

0 Comments:
Post a Comment