ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા
શહેરના મવડી રોડ પર આવેલ જવેલર્સોમાં બીઆઇએસ (ભારતીય માનક બ્યુરો)ના દરોડાથી સોની વેપારીઆેમાં ખળભળાટ મચી ગયો છે. પ્રથમ વખત બીઆઇએસએ હાથ ધરેલી કાર્યવાહીથી જવેલર્સમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સોની વેપારી મંડળના પ્રતિનિધિઆે મવડી વિસ્તારમાં પહાેંચી જતાં અધિકારીઆે અને ઝવેરીઆે વચ્ચે રકઝક સજાર્ઇ છે. આ અંગેની મળતી વિગત મુજબ મવડી રોડ પર આવેલા ગિરિરાજ, પાલા, બાલાજી અને અંબિકા જવેલર્સને બીઆઇએસના અધિકારીઆેએ નિશાન બનાવી દરોડા પાડયા હતાં. હોલમાર્કનું લાયસન્સ ન ધરાવતા જવેલર્સને ત્યાં દરોડાની કાર્યવાહી થતાં આ સમાચાર શહેરના તમામ સોની વેપારીઆેમાં પ્રસરી જતાં ભારે ચર્ચાઆે ઉભી થઇ છે. ભારતીય માનક બ્યુરો રાજકોટની ટીમના 8-10 અધિકારીઆે પોલીસ પ્રાેટેકશન સાથે આજે બપોરે મવડી વિસ્તારમાં આ જવેલરીના શો-રૂમમાં પહાેંચ્યા હતાં. જયાં અધિકારીઆેએ સર્વે હાથ ધરી હોલમાર્કના લાયસન્સ વગરના દાગીનાઆે સીલ કરી દેતાં આ કામગીરીથી ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. એક તરફ હોલમાર્કનો કાયદો ફરજીયાત બનાવવાના નિર્દેશો છે તો બીજી તરફ હોલમાર્કના લાયસન્સ વગર વેપારીઆે ડુપ્લીકેટ હોલમાર્કનું નિશાન લગાવી સોનું વેંચતા હતાં. આ વાત અધિકારીઆે સામે આવતા ચારેય જવેલર્સોમાંથી કરોડોનું સોનું સીલ કરવાની પ્રqક્રયા હાથ ધરતા જ સોની વેપારીઆે અને અધિકારીઆે વચ્ચે મામલો તંગ બન્યાે હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત બીઆઇએસના દરોડા પડતા જવેલર્સોમાં ચીતા પ્રસરી હતી. સોની બજારના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં બિલાડીના ટોપની જેમ લાયસન્સ વગરના નકલી હોલમાર્ક સેન્ટરો ફુટી નિકળયા છે અને અમુક જવેલર્સો રૂપિયા બચાવવાની લાલચે નજીવી કિંમતે હોલમાર્કનું નિશાન મારી દઇ કિંમતી સોનું ગ્રાહકોને ઘબડાવતા હોવાની વ્યાપર ફરિયાદો ઉઠી હતી. જેના પગલે બીઆઇએસએ દરોડાની કામગીરી હાથ ધરી છે. મવડી વિસ્તારમાં આવેલ ગિરિરાજ, પાલા, બાલાજી અને અંબિકા જવેલર્સમાં બીઆઇએસના દરોડાના પગલે અલગ અલગ મતમતાંતરો વચ્ચે સોની બજારના એક ગ્રુપના આગેવાનો ત્યાં ઘટના સ્થળે પહાેંચી ગયા હતાં અને તેઆેની અધિકારીઆે સાથે આ બાબતે માથાકૂટ થતાં મામલો બીચકયો હતો. જોક, અધિકારીઆે પણ અગાઉથી પોલીસ રક્ષણ સાથે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરોડાની કામગીરીથી દિલીપભાઇ રાણપરા, પુનિતાબેન પારેખ સહિતના સોની અગ્રણીઆેએ સીઝ કરેલો માલ ન લઇ જવા અધિકારીઆે સાથે રકઝકમાં ઉત્ર્યા હતાં અને જયાં સુધી આ કાયદો નહી સમજાય ત્યાં સુધી માર્કેટ બંધની પણ જાહેરાત કરી સુવર્ણકાર એકતા જીંદાબાદના નારા સાથે હલ્લાબોલ મચાવ્યો હતો. મવડી વિસ્તારમાં ચાર જવેલર્સો પર બીઆઇએસના દરોડા બાદ સોની બજારમાંથી અલગ અલગ વેપારીઆેની પ્રતિqક્રયાઆે શરૂ થઇ હતી. મોટાભાગના જવેલર્સોના જણાવ્યા મુજબ શહેરમાં બિલાડીના ટોપની જેમ ડુપ્લીકેટ લાઇસન્સ ધરાવતા હોલમાર્ક સેન્ટરો ફુટી નીકળ્યા છે અને આ સેન્ટરો દ્વારા નજીવા ભાવે હોલમાર્ક લગાવી દેવામાં આવતો હોવાથી ઘણા જવેલર્સો આવા સેન્ટરોની છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. સોની બજારમાંથી મળતી વિગત મુજબ હોલમાર્કની પ્રqક્રયા દરેક જવેલર્સે સોનાની શુધ્ધતા અને ગુણવત્તાના માપદંડો પ્રમાણે હોલમાર્ક લેવાનો હોય છે. જેના માટે એક પીસના 35 રૂપિયા થતાં હોય છે, પરંતુ આવા ડુપ્લીકેટ લાયસન્સ ધારકો 5-5 રૂપિયામાં આપતા હોય તેમની સામે કાર્યવાહી થવી જ જોઇએ તેવો સૂર ઉઠયો છે.
0 Comments:
Post a Comment