અનુસુચિત જાતિ સમાજ પર થતા અત્યાચાર બાબતે ભચાઉ મામલતદાર ને આવેદનપત્ર

રિપોર્ટર (ભચાઉ):- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ
ભચાઉ મામલતદાર ના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ને ભચાઉ દલીત સમાજ દ્વારા એક આવેદનપત્ર આજે તારીખ ૧૦ - મે ના રોજ આપવામાં આવ્યું હતું, દલિત સમાજના અગ્રણીઓની હાજરીમાં અપાયેલા આ આવેદનપત્ર માં અનુસુચિત જાતિ પર તાજેતરમાં બનેલા અમુક બનાવોને લઈ આક્રોશ ભેર કરવામાં આવેલી રજૂઆત સાથે દલિત સમાજના આગેવાનોએ મામલતદાર કચેરીના પટાંગણમાં મીડિયા માધ્યમો સાથે વાત કરી હતી.
       આ બાબતે રાજસ્થાનના અલવર માં બનેલ સામુહિક બળાત્કાર ગુજાર્યો એ બનાવ તેમજ ગુજરાત ના બાવળા ગામે સરેઆમ થયેલી સમાજની દીકરી ની હત્યા અને મહેસાણા તાલુકાના લોહર ગામે બનેલા વરઘોડો કાઢવાના બનાવ બાદ દલીત સમાજના સામુહિક બહિષ્કારથી સમગ્ર ગુજરાતના દલીત સમાજ સાથે આજે ભચાઉ તાલુકાના દલીત સમાજે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

      આગેવાનોની હાજરીમાં અગ્રણી ખેતશીભાઈ મારૂ એ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આવા તત્વોને ઝડપી લઈ દાખલો બેસાડવા માટે કલેકટર અને એસ પી ના રાજીનામા સાથે સરકાર ના ગ્રુહમંત્રી ના રાજીનામાની માંગણી કરી હતી, આ આવેદનપત્ર આપતી વેળાએ નીલ વિંઝોડા, દીનેશ કાઠેચા, વિનોદ ભટ્ટી, રાજ જાદવ, ધનશ્યામ પરમાર, પરસોતમ રાઠોડ, કાનજીભાઈ રાઠોડ, ખાનજીભાઈ ફફલ, બળદેવ લોચા, નાનજી ચૌહાણ, અને રમેશ બઢીયા હાજર રહ્યા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment