સુરત જિલ્લાના કડોદરા-ચલથાણ જોળવા. દેલાડ, કીમ અને કરંજ જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગગૃહોના માલિકો દ્વારા ખાડીઓમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીને લીધે કીમ નદી જોખમી બની ચૂકી છે. નદીમાં જળચર પ્રાણીઓ. તેમજ ખેડૂતોની ખેતી સહિત માનવજીવન ઉપર ગંભીર ખતરો પેદા થઈ રહ્યો છે. આ સમગ્ર પ્રવૃતિ ગુજરાત સરકારના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓના મેળાપીપણામાં થઈ રહ્યું હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના સદસ્ય અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે કર્યો છે. આ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવાની તૈયારી હાથ ધરી છે. દેશભરમા અંગ દઝાડતી ગરમી પડી રહી છે લોકો પાણીની તરસ છીપાવવા માટે વલખાં મારી રહ્યા છે. બીજીતરફ પાણીના અભાને ખેડૂતોનો મહામૂલો પાક પણ સુકાઈ રહ્યો છે. આ હાલત અંગે સહકારી અગ્રણી દર્શન નાયકનું કહેવું હતું કે, સુરત જિલ્લાના 9 તાલુકાઓમાં અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત સમાન નદી-નાળા અને ખાડી હતા. એક સમયે નિર્મળ જળ સમાન વહેતા નદી, નાળા અને ખાડીઓ આસપાસના ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા કેમિકલયુકત પાણીને લઇને પ્રદુષિત બન્યા છે. અબોલ પશુઓ, જળચર પ્રાણીઓ અને પશુ-પક્ષીઓ માટે પીવાલાયક રહ્યાં નથી. કેમિકલયુક્ત પાણીને લઈને જળચર પ્રાણીઓનો નાશ થઇ રહ્યો છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment