ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા
રાજકોટ એસટી ડિવિઝન દ્રારા આજથી વેકેશન નિમિત્તે એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ સહિત ડિવિઝનના તમામ ૯ ડેપોને મુસાફરોના ધસારા અને જરૂરીયાત મુજબ એકસ્ટ્રા બસ દોડાવવા સુચના આપવામાં આવી છે. રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત તેમજ અમરેલી, ભુજ, ગોંડલ, મોરબી સહિતના રૂટ પર જરૂરીયાત મુજબ એકસ્ટ્રા બસ મુકવામાં આવી રહી છે. શાળા–કોલેજોમાં વેકેશન પડતાની સાથે જ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ ઉપરાંત ડિવિઝનના અન્ય ડેપો જેમાં ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર ડેપોને પણ જરૂરીયાત મુજબ એકસ્ટ્રા બસ દોડાવવા સુચના આપી દેવામાં આવી છે.
0 Comments:
Post a Comment