પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતાં ઝડપાયેલા કોલેજોના 112 વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સજા ફટકારી છે.

ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા 
પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતાં ઝડપાયેલા કોલેજોના 112 વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સજા ફટકારી છે. એકઝામિનેશન ડિસીપ્લીનરી કમિટી (ઈડીસી)ની મળેલી બેઠકે આ નિર્ણય લીધો છે. પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયેલા કોલેજોના વિદ્યાર્થીઓને ઈડીસી સમક્ષ હાજર થવાની આગોતરી નોટિસ આપવામાં આવી હતી અને બચાવ માટેની પુરતી તક વિદ્યાર્થીઓને અપાયા બાદ સજા ફટકારવામાં આવી છે. રાજકોટની માતૃમંદિર સાયન્સ કોલેજના ચૌહાણ મહાવીરસિંહ નવલસિંહ અને કોટક સાયન્સ કોલેજના ચાવડા વિશાલ વિનોદભાઈની ચાર પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. જામનગરની ડી.કે.વી. આર્ટસ-કોમર્સ કોલેજની રિધ્ધિ રામદેવભાઈ કાબરિયાને આઠ પરીક્ષા રદની સજા ફરમાવવામાં આવી છે. આવી જ રીતે જામનગરના આંબલિયા અજયને ચાર પરીક્ષાની સજા કરવામાં આવી છે. પરીક્ષા ચોરીમાં અમરેલી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઝડપાયા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment