રિતીક રોશનનો ઘટસ્ફોટ મારા પિતાને ગળાનું કેન્સર

ફિલ્મ ડિરેક્ટર રાકેશ રોશનને કેન્સર હોવાની માહિતી આજે સવારે અભિનેતા રિતિક રોશને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. રિતિક રોશને ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે પાપા રાકેશ રોશનને થોડા સમય સપ્તાહ પહેલાં જ ગળાનું કેન્સર હોવાનો ખુલાસો થયો છે. આ કેન્સરમાં ગળામાં અબનોર્મલ સેલ્સનો ગ્રોથ વધી જાય છે. 

રિતિક રોશને પાપા રાકેશ રોશન સાથે જિમમાં વર્ક આઉટ દરમિયાનની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે કે, મેં આજે પાપાને સવારે વર્કઆઉટ કરવા વિશે પૂછયું. મને ખબર હતી કે સર્જરી દરમિયાન પણ તેઓ એક્સરસાઈઝ કરવાનું નહીં છોડે. થોડા સપ્તાહ પહેલાં જ તેમના ગળામાં સ્કેમ્સ સેલ્સ કાર્સિનોમા વિશેની જાણ થઈ છે. હવે તેઓ આ યુદ્ધ લડશે અને અમે તેમની સાથે છીએ. અમે સૌભાગ્યશાળી છીએ કે અમારા પરિવારને તમારા જેવા લીડર મળ્યા છે. 

સ્કેમ્સ સેલ્સ કાર્સિનોમા એ ગળાના કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ અસામાન્ય કોશિકાઓને અનિયંત્રિત રૃપથી વધવાને કારણે થાય છે. સામાન્ય રીતે આ ૬૫થી વધુની ઉંમરના લોકોમાં ધુમ્રપાન, શરાબ પીવાથી અને હ્યુમન પેપિલોમાં વાયરસના કારણે થઈ શકે છે. આનાથી દર્દીને શરૃઆતના તબક્કામાં ગળામાં તેજ દર્દ અને ગળફાની ફરિયાદ રહે છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં ઈરફાન ખાન ન્યૂરો ઈન્ડોક્રાઈન ટયૂમર અને સોનાલી બેન્દ્રેને પણ કેન્સર હોવાની વાતે લોકોને ચોંકાવી દીધા હતા. સોનાલી બેન્દ્રે ન્યૂ યોર્કમાં સાત મહિના ઈલાજ કરાવીને મુંબઈ પરત આવી ગઈ છે. જ્યારે ઈરફાન ગયા વર્ષે માર્ચ મહિનાથી જ લંડનમાં તેની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment