*ભુજમાં સુરલભીટ્ટ રોડ પર મેડિકલ સ્ટોરનાં સંચાલકનો પોલીસ પર તલવારવડે હિંસક હુમલો*

રિપોર્ટર(ભુજ) : ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
નશાયુક્ત દવાઓ વહેંચાતી હોવાની બાતમી આધારે ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ કર્મચારીઓ પર હિંસક હુલમાની ઘટનાથી પોલીસ સામે ઉઠ્યા અનેક સવાલો
થોડાં દિવસો પૂર્વે આડેસર પોલીસ પર બુટલેગર પરિવારે કર્યો હતો હુમલો ત્યારે પોલીસ પર થઇ રહેલા હુમલાના બનાવોએ કથળી રહેલો કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સામે સવાલો સાથે લોકોમાં ચર્ચા 
ભુજ ના અમન નગર ચાર રસ્તા સુરલભીટ્ટ રોડપર આવેલી જોગમાયા મેડિકલ સ્ટોરના સંચાલકનો પોલીસ પર નિર્લજ્જ હુમલાના બનાવે શહેર સહિત સમગ્ર જીલ્લામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હાલમાં થોડાજ દિવસો પહેલાં ગાગોદર ગામે બુટલેગરો દ્વારા આડેસર પોલીસ ઉપર હુમલાની ઘટના હજી તાજી જ છે ત્યાં જીલ્લા મથક ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ ઉપર તલવાર વડે હુમલો કરવાના બનાવે ચકચાર સાથે ચર્ચા જગાડી છે જોકે, સરહદી કચ્છ જિલ્લામાં પોલીસ ઉપર સતત થઈ રહેલા હુમલાની ઘટનાઓ કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો સર્જ્યા છે ત્યારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે અન્ય બે પોલીસ કર્મચારીઓ જોગમાયા મેડિકલ સ્ટોરમાં નશીલી દવાઓ વેહેંચાઈ રહી હોવાની બાતમી મળતા સ્થાનિકે તપાસ કરવા ગયાં હતાં આ બાબતે મેડિકલ સ્ટોરનાં સંચાલક કિશોર ઠક્કર દ્વારા પોલીસ કર્મચારીઓ પાસે આઈડી પ્રુફ માંગ્યા હતાં જે પોલીસ કર્મચારીઓએ બતાવતાજ ઉશ્કેરાઈ ગયો હતો અને પાસે પડેલાં માટલા વડે અચાનક હુમલો કર્યો હતો અને તરતજ મેડિકલ સ્ટોરમાં રહેલી તલવાર વડે પોલીસ જવાનો પર હિંસક હુમલો કર્યો હતો જોકે સમયની સાથેજ સાવધાન થઈ ગયેલા પોલીસ કર્મીઓ પર હાવી થઈને હુમલો કરનારને પકડી લીધો હતો આ ઘટનાં સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકે જોગમાયા મેડિકલ સ્ટોરના સંચાલક કિશોર ઠક્કર વિરૂદ્ધ કાર્યવાહી હાથધરવામાં આવી છે ત્યારે પોલીસ પર થઇ રહેલાં હુમલાના બનાવો લાલબત્તી સમાન છે જે આવી ઘટનાઓ સાબિત કરેછે કે પોલીસ પોતાની પક્કડ ગુમાવી રહીછે અને વધતાં જતાં ગુનાખોરીનાં વ્યાપને ડામવામાં નિષ્ફળ રહી છે જેથી આવી ઘટનાઓ કથળી રહેલા કાયદા સામે અનેક સવાલોનું સર્જન કરે છે તેવી ચર્ચાઓ સમગ્ર જીલ્લામાં ઉઠી રહી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment