શહેરમાં રૈયાધારમાં આવેલ વર્ષો જુની ઝુપડ્ડપટ્ટીમાં આજે સવારે મ્યુ.કોર્પોેરેશનનાં ટાઉન પ્લાનીંગ વિભાગે ટી.પી.રોડ ખુલ્લો મુક્યો

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા       
શહેરમાં રૈયાધારમાં આવેલ વર્ષો જુની ઝુપડ્ડપટ્ટીમાં આજે સવારે મ્યુ.કોર્પોેરેશનનાં ટાઉન પ્લાનીંગ વિભાગે ટી.પી.રોડ ખુલ્લો કરાવવા ૧૦૦થી વધુ કાચા પાકા મકાનો કનિદૈ લાકિઅ પર બુલડોઝર ફેરવી દીધું હતું. તે વખતની તસ્વીરોમાં અસરગ્રસ્તોમાં દોડધામ મચી હતી તે નજરે પડે છે તથા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત નજરે પડે છે.   મ્યુનિ. કોર્પોરેશનની વેસ્ટ ઝોનની ટીપી શાખા દ્વારા આજે સવારે શહેરનાં વોર્ડ નં.૧નાં રૈયાધાર વિસ્તારમાં  આવેલ વર્ષો જુની ઝુંપડપટ્ટીમાં ૧૫ મીટર ટી.પી. રોડ ખુલ્લો કરવા ૧૦૫ કાચા  - પાકા મકાનોના દબાણો દુર કરી ૯૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી  કરવામાં આવી હતી. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર  એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ વેસ્ટ ઝોન વિસ્તારમાં સરકારશ્રી દ્વારા ટી.પી. સ્કીમ નં.રર મંજુર કરવામાં આવેલ જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મકાનો દુર કરવા નોટીસ આપવામાં આવેલતેમજ વારંવાર રૂબરૂ સ્થળ પર પણ જાણ  કરવામાં આવેલ. તેમ છતાં દબાણ દુર કરવામાં ન આવતા આજરોજ ૧પ.૦૦ મી. ટી.પી. રોડદ્વારકેશ પાર્ક થી ર૪.૦૦ મી. ટી.પી. રોડને જોડતા રોડ પર આવેલ આશરે  ૬૪૦ મી. લંબાઈમાં આવેલ ૧૦પ મકાનોનું બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં આશરે ૯૦૦૦ ચો.મી. ની જમીન ખુલ્લી કરાવેલ છે. આ ડીમોલીશનમાં વેસ્ટ ઝોન શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર પી. ડી. અઢીયાએ. જે. પરસાણાતથા ટાઉન પ્લાનીંગ શાખાનો તમામ સ્ટાફતથા વીજીલન્સ શાખાના ડી.વાઈ એસ.પી. શ્રી ઝાલાપી.એસ.આઈ.શ્રી ચુડાસમા તથા તેમનો સ્ટાફજગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment