બોડકદેવ વિસ્તારમાં ચર્ચાસ્પદ રહેલ BMW હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ અન્ય એક ગુના હેઠળ ઝડપાયો છે. વિસ્મય શાહ ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહ્યો છે તેવી બાતમી ગાંધીનગર પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી. આ મહેફિલ વિસ્મય શાહના સંબંધીના ફાર્મ હાઉસમાં ચાલી રહી હતી. ગાંધીનગરના બાલાજી કુટીર ફાર્મ હાઉસમાં વિસ્મય શાહ પોતાની પત્ની અને અન્ય મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. .
ગાંધીનગર LCBએ બાતમીના આધાર પર અડાલજ નજીકના બાલાજી
કુટીર ફાર્મ હાઉસ પર મંગળવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડીને વિસ્મય શાહ અને તેની પત્ની સહિત છ લોકોને દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપ્યા હતાં. વિસ્મય સહિત ઝડપાયેલા આરોપીઓનો અડાલજ સીએચસીમાં મેડિકલ ટેસ્ટ કરાશે અને બપોરે ત્રણ વાગ્યે ગાંધીનગર કોર્ટમાં હાજર કરાશે
વિસ્મય શાહની સાથે ફાર્મહાઉસમાં તેની પત્ની પૂજા શાહ, ભાઈ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા મિમાંશા બૂચ, હર્ષિત મજુમદાર અને જાણીતા બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતો. ફાર્મ હાઉસમાંથી સાત હુક્કા અને સાત દારૂની બોટલો ઝડપાઈ છે. હુક્કાઓ મળી આવતા હુક્કાનો પણ અલગથી કેસ નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસને દરોડા પાડી ફાર્મ હાઉસમાંથી બિયરના ટીન, વિદેશી દારૂની બોટલો અને એક મોંઘીદાટ કાર જપ્ત કરી હતી.
0 Comments:
Post a Comment