ભચાઉ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રી જાઙેજા સાહેબ ના અધ્યક્ષ સ્થાને ભચાઉ સરકારી હોસ્પિટલ મધ્યે રોગી સમિતિ ની બેઠક યોજાઇ હતી

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)

                 ભચાઉ ખાતે આજરોજ પ્રાંત અધિકારી જાડેજા સાહેબ ના અધ્યક્ષ સ્થાને ભચાઉ સરકારી હોસ્પિટલ ખાતે રોગી સમિતિ ની મીટીંગ યોજાયેલ.
 આ મીટીંગ મા ગાંધીધામ- ભચાઉ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ડી.વાય.એસ.પી. શ્રી ઝાલા સાહેબ, ભચાઉ  મામલતદાર શ્રી વાછાણી, રોગી સમિતિ ના સભ્યો શ્રી વિકાસભાઇ રાજગોર, શ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી ભરતભાઈ કાવત્રા, સરકારી હોસ્પિટલ ના ડો. કુમાર ઉપસ્થિત રહ્યા હતા.           
       આ બેઠકમા લોકોના આરોગ્ય ની સુખાકારી માટે ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી ની ગ્રાન્ટ માથી વેંટીલેન્ટર લેવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી તેમજ લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ બને તેટલા વધુ પ્રમાણમાં મળી રહે તેવા સુચનો કરવામાં આવ્યા હતા.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment