વડોદરા: સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં TikTokનો વિડીયો બનાવનાર યુવક અને તેના સાગરીતની ધરપકડ

ચીફ બ્યુરો : સુભાષ મિશ્રા (વડોદરા)
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લોકડાઉન દરમિયાન ટિકટોક વિડિયો બનાવનાર આરોપી અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.ગઈ તા 16 એપ્રિલના રોજ સયાજીગંજ પોલીસે મહંમદ આરીફ નામના એક યુવકની લોક ડાઉનના ભંગ બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.તેને જામીન પર છોડવામાં આવ્યો તે દરમિયાન તેના મિત્ર સલમાને મોબાઈલથી વિડિયો શૂટ કર્યો હતો.આ વીડિયોમાં મહમ્મદ આરિફ જાણે એક  અદાકાર હોય તે રીતે લોકઅપની બહાર મહિલા પોલીસ ફોટા પાડતી હતી તે દ્રશ્ય શૂટ કરવામાં આવ્યું હતું.આ જ રીતે આરોપીએ પોલીસ સ્ટેશનની ઉપર જવાના દાદર પર બેસી શુઝ પહેરતી વખતે અને પોલીસ સ્ટેશનના પગથિયા ઉતરતી વખતે વિડીયોગ્રાફી કરાવી હતી.આ વીડિયો વાયરલ થતાં સયાજીગંજ પોલીસે આરોપી મહમ્મદ આરિફ સલીમભાઈ શેખ (રહે. મહાત્મા ગાંધી હાઈટસ,ગણપતિ મંદિર પાસે,અકોટા) તેમજ વિડીયો ઉતારનાર સલમાન ખાન બશીર ખાન પઠાણ (રહે.ભીમનાથ મંદિર પાસે, સયાજીગંજ)ની પોલીસ સ્ટેશનની અંદરના ભાગે કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિડીયોગ્રાફી કરી પોલીસ સ્ટેશનની ગુપ્તતા નો ભંગ કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી છે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment