ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
પુર્વ કરછ વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા સામખીયાળી ના જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.વી.રહેવર સાહેબ નું કોરોના વોરીયસ તરીકે કોરોના વાયરસ ની મહામારી વચ્ચે સમગ્ર પોલીસ સ્ટાફ સુરજબારી ચેકપોસ્ટ તેમજ સામખીયાળી ખાતે ખુબ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી સાલ ફુલહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સામખયારી મધ્યે સત્કાર્ય ગ્રુપ દ્વારા બેતાલીસ દિવસ ચલાવેલા રસોડામાં પણ પીએસઆઈ રેવર તથા સમસ્ત સામખીયારી પોલીસ સ્ટાફ નો આર્થિક યોગદાન સાથે સારોએવો સહયોગ રહ્યો હતો.
પુવઁ કરછ ના વિશ્વ હિંદુ પરિષદ ના પ્રમુખ અવિનાશભાઇ જોષી બજરંગ દળ ના પ્રમુખ જીગ્નેશભાઇ સોની ઉપપ્રમુખ અલ્પેશભાઇ પ્રજાપતિ શહેર પ્રમુખ રમેશભાઈ જોષી લખપત સરપંચ અંબાવીભાઇ પટેલ કનકભાઇ વોરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


0 Comments:
Post a Comment