ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ખાતે ઇન્દ્ર દેવને રીઝવવા પુજા અર્ચના કરાઈ

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)       
         
     ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ખાતે કચ્છી નવા વર્ષ "અષાઢી બીજ" નિમિતે વર્ષો જુની પરંપરા મુજબ (ઈન્દ્ર વરસાદ) ની વિધિ ઈન્દ્રદેવ ને રીઝવવા ગઇકાલે સાંજે પુજા અર્ચના કરવામાં આવી હતી. પુજા વિધિ ગામ નાં (તિલાટ બાપુ) જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજા ના હસ્તે કરવામાં આવી હતી સાથે સાથે સમગ્ર દેશમાં સારો વરસાદ થાય અને સર્વે દેશવાસીઓનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના યુવા અગ્રણી ભરતસિંહ નટુભા જાડેજા (પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા પંચાયત), શિવુભા વનાજી જાડેજા, રામભા ખુમાનસિંહ જાડેજા, બહાદુરસિંહ કાનજીભા જાડેજા,
 દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા,
 વાસુદેવભાઈ બાલાશંકરભાઈ રાવલ,
રણજીતસિંહ બાલુભા ઝાલા,
 જયુભા નથુભા જાડેજા,
અશોકસિંહ બળવંતસિંહ ઝાલા,
સહદેવસિંહ હાલુભા જાડેજા,
હરપાલસિંહ નટુભા જાડેજા,
 યોગરાજસિંહ દેવુભા જાડેજા,
 ચંન્દ્રસિંહ સુરૂભા જાડેજા (ઉપ સરપંચ શ્રી મોટી ચિરઈ ગ્રામ પંચાયત) તથા ગામના યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment