શ્રી રાપર લોહાણા યુવક મંડળ દ્વારા લોકડાઉનના સમયમાં વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)

જેમાં ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધા, ઓનલાઇન ચેસ સ્પર્ધા, ઓનલાઇન ક્વીઝ સ્પર્ધા, ઓનલાઇન લુડો ગેમ, ઓનલાઇન નિબંધ લેખન સ્પર્ધા અને ઓનલાઇન ટેલેન્ટ શો વગેરે ધરે બેઠા સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં બધી સ્પર્ધાઓ થઈ કુલ ૪૧૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ઉપરોક્ત તમામ કાર્યક્રમોમાં શ્રી ત્રિકાલદાસજી મહારાજ ( શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રાપર ) તેમજ શ્રી રાપર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચંદે, તુલસીભાઈ ચંદે, વસંતલાલ આદુઆણી, પ્રતાપભાઈ મીરાણી, વિપુલભાઇ રાજદે, પ્રભુલાલ રાજદે,ઉમેદભાઇ ચંદે, શંકરલાલ પુજારા, મુકેશભાઈ ઠકકર, મહેન્દ્રભાઈ ગંધા અને દિનેશભાઈ ચંદે નો સહયોગ મળ્યો હતો...

તેમજ નિબંધ લેખન અને ટેલેન્ટ શો સ્પર્ધામા રાપર, ભચાઉ, અંજાર, ભુજ, આદિપુર, નખત્રાણા, માધાપર, જુનાગઢ, રાજકોટ, ગાંધીનગર, પોરબંદર, જામનગર, આડેસર,સુરત, અબડાસા, મુંબઈ,દિવ, મોરબી, કેશોદ, કોટડા, પાટણ,ખાવડા,ભાભર, વડોદરા, આણંદ, મેંદરડા, તાલાલા ગીર અને અમદાવાદ વગેરે વિસ્તારોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ઉપરોક્ત તમામ કાર્યક્રમોની વ્યવસ્થા અને સંચાલન શ્રી રાપર લોહાણા યુવક મંડળના ઉત્સાહી પ્રમુખ પારસ માણેક અને એમની ટીમ જય રાજદે, ચાંદ ભીન્ડે, જય ચંદે, સુમિત મીરાણી, અમિત કક્કડ વગેરેએ સંભાળી હતી એવું યુવક મંડળના પ્રમુખ શ્રી પારસ માણેક તથા મહામંત્રી શ્રી જય રાજદે દ્વારા જણાવવામાં આવ્યું હતું..

Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment