માધવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા જ્ઞાતિના વિધાર્થીઓ માટે નોટબુકો નુ વિતરણ

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)









માઘવ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કે સી ઠક્કર (વિભાગિય ઉપપ્રમુખ શ્રી લોહાણા મહાપરિષદ) દ્વારા દર વર્ષે લોહાણા જ્ઞાતિના વિધાર્થીઓ ને ગાઘીઘામ, અંજાર, રાપર, ભચાઉ,  સામખીયાલી, માંડવી , મુન્દ્રા, નખત્રાણા,  દયાપર, નલિયા વિગેરે ગામોમાં નોટબુકોનુ વિતરણ કરવામાં આવે છે.
      આ વર્ષે અત્યાર સુધી રાપર., અંજાર અને સામખીયાલી મા નોટબુકોનુ વિતરણ કરવામાં આવ્યુ છે.
       રાપરમાં લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી રાજુભાઈ ચંદે તથા મહાજનના હોદેદારો દ્વારા નોટબુકોનુ વિતરણ કરવામાં આવ્યું. રાપર લોહાણા કન્યા છાત્રાલય મા પ્રમુખ શ્રી મહેશભાઈ ગંધા, ઉપપ્રમુખ શ્રી નવિનભાઈ કારીયા વિગેરે દ્વારા કરવામાં આવેલા.
     અંજાર મા વાગડ રધુવંશી પરિવાર ના નવિનભાઈ ચંદે અને પરિવાર ના કારોબારી સભ્યો દ્વારા નોટબુકોનુ વિતરણ કરવામાં આવ્યું ત્યારે 
શ્રી લોહાણા મહાપરિષદના વિભાગીય ઉપપ્રમુખ શ્રી કે સી ઠક્કર, મહાજન ના પ્રમુખ શ્રી રાજુભાઈ પલણ, વસંતભાઈ વિગેરે જ્ઞાતિ ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. 
      સામખીયાલી મધ્યે મહાજન ના પ્રમુખ શ્રી રમેશભાઈ ગંધા, પુર્વ પ્રમુખ શ્રી ઘીરુભાઈ, દિનેશભાઈ ગંધા. ધનસુખભાઇ ઠક્કર વિગેરે મહાજનના આગાવાનો દ્વારા નોટબુકોનુ વિતરણ કરવામાં આવ્યું, વ્યવસ્થા અને સંચાલન દિનેશભાઈ ગંધા દ્વારા કરવામાં આવ્યું હતું.
 ગાઘીઘામ, ભચાઉ, માંડવી, મુન્દ્રા વિગેરે શહેરોમાં તબક્કાવાર નોટબુકોનુ વિતરણ કરવામાં આવશે
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment