ભુજ આર આર સેલ સરહદી રેંજનો સપાટો...અંદાજે એક કરોડની ખનીજ ચોરી પકડી.

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર સાથે ધર્મેશ જોગી (કચ્છ) 

મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિક્ત મળેલ કે ધ્રબ ગામની સુરઈ નદીના પટમાથી કાસમ રસીદ તુર્ક રહે ધ્રબ તા.મુંદ્રા વાળો ગેર કાયદેસર રીતે ખનન કરતો હોય જે મળેલ બાતમી આધારે રેઈડ કરતા સદરહુ જગ્યા એથી બે(૨)હીટાચી મશિન તથા ત્રણ(૩) ડમ્પર મળી આવેલ જેમા 
(૧)એલ.એન.ટી.કોમોસટુ કમ્પનીનુ પી.સી.૧૩૦ કેપીસીટીનુ હીટાચી મશિન
(૨)હુન્ડાઈ કમ્પનીનુ ૨૧૦ હીટાચી મશિન 
(૩)ટાટા કમ્પનીનુ હાઈવા ડમ્પર નં-જીજે.૧૨ એ.ડબ્લ્યુ.૧૨૭૦ 
(૪)ટાટા કમ્પનીનુ હાઈવા ડમ્પર નં-જીજે.૦૩ એ.ડબ્લ્યુ.૩૦૮૦ 
(૫)ટાટા કમ્પનીનુ હાઈવા ડમ્પર નં-જીજે.૧૮ એ.એક્ષ.૯૬૦૫ 
 રેઈડ દરમ્યાન ઉપરોકત વાહનો મળી આવતા તપાસ કરતા કાસમ રસીદ તુર્ક રહે.ધ્રબ તા.મુંદા વાળો પોતે ગેરકાયદેસર ખનન કરી માટી ભરાવતો હોય જેથી તેઓના વિરૂધ્ધમા ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓને બોલાવી અને સ્થળ તપાસણી કરાવી અત્યાર સુધીમા કેટલી માટી કાઢેલ છે.તેના તથા પકડાયેલ વાહનોની ખાણ ખનીજ વિભાગે ગણતરી કરી દંડની રકમ મળીને કુલ્લે રૂ.૯૦,૬૬,૪૩૮/-રકમની ખનીજ ચોરી કરેલ હોય તેઓના વિરૂધ્ધ તથા ડ્રાઈવર અને માલીક અને તપાસમા ખુલ્લે તે તમામ સામે મુંદ્રા સીટી પો.સ્ટે.મા માઈન્સ એન્ડ મીનરલ્સ(ડેવલોપ મેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ ૧૯૫૭ ની કલમ-૪(૧)(૧), એ,૨૧ તથા ગુજરાત મીનરલ્સ(પ્રિવેન્સન ઓફ ઈનલીંગલ માઈનીગ ટ્રાન્સપોર્ટેસન એન્ડ સ્ટોરેજ)રૂલ્સ ૨૦૧૭ ના નિયમ-૦૩ ના ભંગ તથા ૨૧ અને આઈ.પી.સી.કલમ ૩૭૯ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે. 

આ કામગીરીમા પી.કે.ઝાલા પોલીસ સબ ઈન્સ્પેકટર આર.આર.સેલ સરહદી રેન્જ ભુજ તથા પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચંન્દ્રસિંહ જાડેજા,પો.કોન્સ ગીરીશભાઈ પ્રતાપભાઈ રાયગોર ડ્રા.પો.હેડ.કોન્સ મહાવીરસિંહ ગંભીરસિંહ વાધેલા તથા સ્ટ્રાઈકીંગ ફોર્સના પો.કોન્સ. અભયરાજ સિંહ જાડેજા વિગેરે માણસો જોડાયેલ હતા.  
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment