કરછ એસ ટી ડિવિઝનના વડા એવા વિભાગીય નીયામક મહાજન સાહેબ દ્વારા જ સોસીયલ ડિસ્ટન્ટસ નો ભંગ કરવામાં આવ્યો

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
કોરોના ના ચેપ થી બચવા માટે રાપર ડેપો માંથી બજાર માં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને આ બાબતે સોસીયલ ડિસ્ટન્ટસ, સેનેટાઇઝર અને સક્રેનિંગ જેવા નિયમો નુ ચુસ્તપણે પાલન થાય એ મુખ્ય કારણ હતુ પણ અહીં તો ખુદ કરછ એસ.ટી ડિવિઝનના વડા એવા વિભાગીય નીયામક મહાજન સાહેબ દ્વારા જ સોસીયલ ડિસ્ટન્ટસ નો ભંગ કરવામાં આવ્યો છે એવુ અહી કેમેરા માં સ્પષ્ટ ઝીલાયુ છે.
         તાજેતરમાં રાપર એસ.ટી ડેપોમાં અચાનક આવેલા વિભાગીય નીયામક મહાજને ડેપોમાં જ ટોળું ભેળુ કરીને પોતે કેટલા કોરોના બાબતે ગંભીર છે એનું સચીત્ર ઉદાહરણ આપ્યુ છે, તો ફક્ત ત્રીસ પેસેન્જર માં પણ લોકો જે રીતે ટોળે વળી ને બેઠાં હતાં એ જોઈ દર્શક મિત્રો તમે કોઈ પણ પ્રકારની શંકા વગર કહી શકશો કે આને બીજું ગમે તે કહેવાય પણ શોશીયલ ડિસ્ટન્સ તો નજ કહેવાય, ચાર ચાર ચોકીદારો હોવા છતાં એક મજુર ની પણ સેવા લઈ રહેલા એસ.ટી તંત્ર થી ત્રીસ માણસો પણ નથી સચવાતાં અને પોતાની આ નબળાઈ ને ઢાંકવા માટે શહેર અને તાલુકા ની પ્રજા સાથે એસ.ટી ના આધારે રોજી રોટી કમાઈ રહેલા ગરીબ વહેપારીઓના પેટ પર લાત મારવા સાથે આખા રસ્તા ને બાનમાં લેવામાં આવ્યો છે.
        દર્શક મિત્રો અહીં વિડિયો માં સ્પષ્ટ વર્તાઈ રહ્યુ છે કે અડોઅડ બેઠેલા લોકો ને જ્યાં સુધી કેમેરા પર નજર ન પડી ત્યાં સુધી બહાર ટેબલ રાખીને બેઠેલા સાહેબોએ, કે, ધોકા લઈ ને સોસીયલ ડિસ્ટન્ટસ જળવાઈ રહે એ માટે જેમની એસ.ટી દ્વારા હાજરી પુરવામાં આવી રહી છે એવા એક પણ ચોકીદારો ને આ બાબતે જાણે કોઈ પરવા ન હોય એમ વાતોએ વળગેલ હતા, આ બાબતે જ્યારે ડેપો મેનેજર થી વાત કરી ત્યારે તમે વિડિયો મુકો પછી અમે કાર્યવાહી કરશુ એવો બેજવાબદાર, જવાબ આપવા સાથે તાલુકા ની પ્રજા આ તંત્ર માટે કેટલુ મહત્વ ધરાવે છે એ સાબીત કર્યુ હતું, જોકે આ રસ્તો બંધ કરાવવા થી પોતાની બદલી થઇ જશે એવી આશા માં બેઠેલા ડેપો મેનેજર દ્વારા આ ડેપોની ભૌગોલિક સ્થિતિ પણ વિભાગીય નિયામક ને સમજાવવામાં નથી આવી, અને વિભાગીય નિયામક દ્વારા પણ નવાણું વર્ષ ના પૈસા એંડવાંસ માં લઈ લીધા પછી ગરીબ વહેપારીઓની તસરીફ પર લાત મારવામાં આવી હોય એવું ચીત્ર અહીં ખડુ થયુ છે, બાકી જે નીયમો પાળવા માટે રસ્તો બંધ રાખવામાં આવ્યો છે એ નિયમો નુ તો અહી ખુદ ડીવિઝન કન્ટ્રોલર દ્વારા જ છેદ ઉડાવી દેવાયો છે, તો નીયમ પાલન માટે રખાયેલા વગદાર માણસોની પણ ફક્ત હાજરી પુરાય એટલા માટે જ બેસાડવામાં આવ્યા છે એવું આ દ્રશ્યો જોયા પછી તમને ચોક્કસ લાગશે પણ, રાપર ચેમ્બર્સ ઓફ કોમર્સ ને નહીં લાગે કારણકે નાના વહેપારીઓ માટે આ સંસ્થા પાસે સમય ન હોવાનું અહી અવારનવાર અનુભવાયું છે કાશ! દેવનાથબાપુ જેવી હિંમત ભાજપ ના બીજા કોઈ નેતા પણ બતાવે અને એસટી એ બાનમાં લીધેલા રસ્તા ને ખુલ્લો કરાવી સાચા અર્થમાં તાલુકા ની પ્રજા ને ઉપયોગી બને એ સમયની માંગ છે બાકી તો જે કોરોના શ્રી જી ડબલરોટી વાળા ની દુકાને બે અસર બની જાય છે, એ પાછો સામે જ આવેલા એસ.ટી ડેપોમાં પહોંચતા જ અસરદાર બની જાય છે આતે કેવી કરુણતા! કેવી દોગલાઈ!? એક તરફ પોતાને કોઈ નિયમ પાળવા નથી અને એસટી તંત્ર વ્યવસ્થા ન જાળવી શકે એટલે જાહેર માર્ગો બંધ કરવા એતો પ્રજા પર અત્યાચાર સમાન હોવાનું જણાઈ રહ્યું છે, વ્યવસ્થા કેમ જાળવવી એ એસ.ટી ની જવાબદારી છે પણ કામચોર તંત્ર ના બેઠાં પગાર લેવા માટે ટેવાઈ ગયેલા કર્મચારીઓના કારણે હાલે સમગ્ર તાલુકાની જનતા ને બાનમાં લેવામાં આવી છે અને નબળા નેતૃત્વ ની તાકાત નથી કે એક સાચા પ્રશ્ન માટે આગળ આવી તાલુકા ની પ્રજા માટે આગેવાની લઈને તંત્રનો કાન આમળે પણ એતો આ ધારાસભ્ય કાળમાં કદાચ શક્ય હોય એવું તાલુકા ની પ્રજા ને હાલે... દુર.. દુર.. સુધી ક્યાંય દેખાતુ નથી.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment