વડોદરા પોલીસમા કોરોના સંક્રમણના કેસો, કારેલીબાગના PSI સાથેના બે કર્મીઓ ક્વોરેન્ટાઇન

રિપોર્ટર : સુભાસ મીશ્રા (વડોદરા)
વડોદરા શહેર પોલીસમાં પણ કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો હોવાથી પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.

વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ કર્મીઓને કોરોના સંક્રમણથી બચવા માટે કેવી રીતે કામ કરવું તે બાબતે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે.આમ છતાં લોકલ સંક્રમણમાં આવવાથી પોલીસ કર્મીઓને ચેપ લાગી રહ્યો છે.

અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચના હરણી યુનિટના પોલીસ કોન્સ્ટેબલ અને સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનના  પીએસઆઇને કોરોના પોઝિટિવ આવતાં શહેર પોલીસ બેડામાં ચિંતા પ્રસરી છે.


કારેલીબાગના પીએસઆઇને ઇદના બંદોબસ્ત પૂર્વે સાધારણ તબિયત બગડતાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમની સાથેના બે પોલીસ કર્મીઓને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment